દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ જીતી ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ

વિવાદોથી ભરાયેલી સીરીઝમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને અંતિમ ટેસ્ટમાં 492 રને હરાવીને ચાર ટેસ્ટની શ્રેણી 3-1થી જીતી લીધી છે. 

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ જીતી ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ

જોહનિસબર્ગઃ વાન્ડર્સ સ્ટેડિયમમાં જારી સીરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચમાં આફ્રિકાએ 492 રને વિજય મેળવીને ઈતિહાસ રચી દીધો. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ 48 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે કોઇ ટેસ્ટ શ્રેણી જીતી છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં આફ્રિકાએ 3-1થી વિજય મેળવ્યો છે. આ દક્ષિણ આફ્રિકાની રનના હિસાબે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત તો ઓસ્ટ્રેલિયાની રનના હિસાબે સૌતી મોટી હાર છે. 

ફિલાન્ડરે બીજી ઈનિંગમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી. આ ટેસ્ટ ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ફિલાન્ડરે આ ટેસ્ટ મેચમાં તેની 200 વિકેટ પૂરી કરી હતી. આમ કરનારો તે સાતમો આફ્રિકન ખેલાડી છે. આ સિવાય ત્રીજી ટેસ્ટમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનાર મોર્ને મોર્કલના કેરિયરની અંતિમ ટેસ્ટ હતી. 

ઓસ્ટ્રેલિયા તરફથી જોઇ બર્ન્સે 42 અને હેન્ડ્સકોમ્બે 24 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત ત્રણ વિકેટના નુકશાને 88 રનથી કરી હતી, પરંતુ અંતિમ દિવસે માત્ર 16.4 ઓવરમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફિલાન્ડર સિવાય મોર્કલે બે અને કેશવ મહારાજને એક વિકેટ મળી હતી. 

માત્ર 89 રનના સ્કોરે અડધી કાંગારૂ ટીમ પેવેલિયન પહોંચી ગઈ હતી. ત્યારબાદ  ફિલાન્ડરે હેન્ડ્સકો્બને 24 રને બોલ્ડ કરી દીધો. પછી કેપ્ટન ટીમ પેન (7) અને કમિન્સ (1) તથા ચૈડ સેયર્સની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 100 રન થઈ ગયો હતો. ત્યારબાદ નાથન અને હેઝલવુડે 19 રન જોડ્યા હતા. નાથન લાયન રનઆઉટ થતા જ આફ્રિકાએ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 

મેચના ચોથા દિવસે આફ્રિકાએ બીજો દાવ 6 વિકેટે 344 રને ડિકલેર કરીને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 612 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઓસિનો સ્કોર 3 વિકેટે 88 રન હતો. બીજી ઈનિંગમાં ચોથા દિવસે આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે શાનદાર સદી ફટકારી હતી. 

Faf du Plessis made ton

પ્રથમ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news