Video : ભાવનગરમાં CAએ મારી મોતની છલાંગ, બહાર આવ્યા ચોંકાવનારા CCTV ફુટેજ

ભાવનગરના મોટાભાગના ઉદ્યોગપતિઓ સાથે પણ તેમનો ઘરોબો હતો

Video : ભાવનગરમાં CAએ મારી મોતની છલાંગ, બહાર આવ્યા ચોંકાવનારા CCTV ફુટેજ

ભાવનગર : ભાવનગરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ એવા 78 વર્ષીય પ્રમોદ હેમાણીએ કોમર્શિયલ કોમ્પ્લેક્સના ચોથા માળથી મોતની છલાંગ મારીને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પ્રમોદભાઈએ આજે બપોરે અચાનક જ કોઇ કારણોસર તિલકનગર વિસ્તારમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસની ગેલેરીમાંથી કૂદીને સુસાઇડ કરી લીધું હતું અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

મૃતક પ્રમોદ હેમાણી ભાવનગરના જાણીતા સીએમાંના એક હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમની આત્મહત્યા પાછળ આ જ કારણ હોવાનું જાણવા મળે છે. તેમની આત્મહત્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ તેમને બચાવી શકાયા નહોતા. 

મૃતક પ્રમોદ હેમાણી ભાવનગરના મોટાભાગના ચેરીટેબલ ટ્રસ્ટમાં હિસાબોનું ઓડિટીંગ કરતાં હતાં તથા ભાવનગરના મોટાભાગના ઉદ્યોગપતિઓ સાથે પણ તેમનો ઘરોબો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news