વર્લ્ડકપ 2019: આફ્રિકાએ બગાડી શ્રીલંકાની બાજી, 9 વિકેટે આપ્યો પરાજય

આઈસીસી વિશ્વ કપ-2019ની 35મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે પરાજય આપ્યો છે. 
 

વર્લ્ડકપ 2019: આફ્રિકાએ બગાડી શ્રીલંકાની બાજી, 9 વિકેટે આપ્યો પરાજય

ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 35મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકન ટીમ 203 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 37.2 ઓવરમાં 206 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. આફ્રિકા તરફથી હાશિમ અમલા (80*) અને ફાફ ડુ પ્લેસિસ (96*) રન બનાવ્યા હતા. 

અમલા-ડુ પ્લેસિસ વચ્ચે વિજયી ભાગીદારી 
દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલા (80*) અને ફાફ ડુ પ્લેસિસે (96*) શાનદાર બેટિંગ કરીને આફ્રિકાને જીત અપાવી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 103 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. અમલાએ 105 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ડિ કોક 15 રન બનાવી મલિંગાનો શિકાર બન્યો હતો. 

શ્રીલંકા 203 રન બનાવી ઓલઆઉટ
આફ્રિકાએ ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 203 રન બનાવી ઓલાઆઉટ થઈ ગઈ હતી. તેના માટે કુસલ પરેરા અને અવિષ્કા ફર્નાન્ડોએ 30-30 રનની ઈનિંગ રમી હતી. આફ્રિકા માટે ડ્વાઇન પ્રિટોરિયસ અને ક્રિસ મોરિસે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

પ્રિયોરિયસે અવિષ્કાને આઉટ કરીને વિશ્વકપમાં પોતાની પહેલી વિકેટ ઝડપી 
અવિષ્કા ફર્નાન્ડો 30 રન બનાવીને આઉટ થયો હતો. પ્રિટોરિયસે તેની વિકેટ ઝડપી હતી. પ્રિયોરિયસની વિશ્વકપમાં આ પ્રથમ વિકેટ છે. ફર્નાન્ડોએ કુસલ પરેરા સાથે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. પરેરાને પણ પ્રિટોરિયસે આઉટ કર્યો હતો. કુસલ મેન્ડિસ 23 રન બનાવીને પ્રિટોરિયસના બોલ પર આઉટ થયો હતો. 

કરૂણારત્ને ઈનિંગના પ્રથમ બોલ પર આઉટ
કેપ્ટન દિમુથ કરૂણારત્ને (0) મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. તેને રબાડાએ આઉટ કર્યો હતો. મેથ્યુસ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ મોરિસે તેને બોલ્ડ કર્યો હતો. ધનંજયા ડિ સિલ્વા 24 રન બનાવી ડ્યુમિનીનો શિકાર બન્યો હતો. જીવન મેન્ડિસ (18)ને મોરિસે પરત મોકલી આપ્યો હતો. થિસારા પરેરા (11)ને ફેહલુકવાયોએ પેવેલિયન પરત મોકલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news