Hardik Pandya Birthday: જાણો ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓલરાઉન્ડર હાર્દિકના સંઘર્ષની કહાની

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં થયો હતો. હાર્દિક પંડ્યાને પહેલાથી જ ભણવામાં ઓછો રસ હતો. હાર્દિક અને કૃણાલ પંડ્યાને તેમના પિતા હિમાંશુ પંડ્યાએ વડોદરામાં કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં કરાવ્યો હતો પ્રવેશ. 

Hardik Pandya Birthday: જાણો ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓલરાઉન્ડર હાર્દિકના સંઘર્ષની કહાની

નવી દિલ્લીઃ ક્રિકેટની વાત આવે ત્યારે વર્તમાન સમયમાં એક ગુજરાતી ખેલાડીનું નામ હંમેશા ચર્ચામાં હોય છે. અને એ ખેલાડી છે હાર્દિક પંડ્યા. એક એવો ખેલાડી જે હંમેશા પોતાની જીદ્દના કારણે જીતે છે. ફિટનેસ હોય કે પરર્ફોમન્સની વાત હોય. હાર્દિક પંડ્યાએ વારંવાર ફિલ્ડ પર પોતાની કાબેલિયત સાબિત કરીને બતાવી છે. બેટિંગ હોય કે બોલિંગ હાર્દિક હંમેશા ટીમ માટે પોતાનું યોગદાન આપતો રહે છે. એટલું જ નહીં રહી સહી કસર તે ફિલ્ડિગમાં પણ કાઢી લે છે. ઓન એન એવરેજ હાર્દિક પંડ્યા ફિલ્ડમાં દરેક મેચમાં ટીમ માટે અંદાજે 5 થી 7 રન જરૂર બચાવતો હશે. આ એ રન છે જેના માર્જીનના કારણે હારજીત પણ નક્કી થઈ શકે છે. આજે એવા શાનદાર ખેલાડીનો જન્મ દિવસ છે.

હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં જો ઓલરાઉન્ડરની વાત હોય તો હાર્દિક પંડ્યાનું નામ મોખરે આવે છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં થયો હતો. હાર્દિક પંડ્યાને પહેલાથી જ ભણવામાં ઓછો રસ હતો. હાર્દિક અને કૃણાલ પંડ્યાને તેમના પિતા હિમાંશુ પંડ્યાએ વડોદરામાં કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં કરાવ્યો હતો પ્રવેશ. 

હાર્દિક પંડ્યાનું શરૂઆતમાં ક્રિકેટમાં પ્રદર્શન-
હાર્દિક પંડ્યાનું રણજી ટ્રોફીમાં ડેબ્યુ એટલું યાદગાર નથી. કેમ કે મધ્યપ્રદેશ સામે બે ઇનિંગ્સમાં તેણે 1 અને 3 રન જ બનાવ્યા હતા. પણ તેને બોલિંગ તેનું વધુ સારૂં પ્રદર્શન હતું. 

હાર્દિક પંડ્યાએ મેળવેલી ક્રિકેટમાં  સિદ્ધિઓ-
1. હાર્દિક પંડ્યા એક ટી20 મેચની એક જ ઓવરમાં 4 વિકેટ લેનાર અને 30 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય છે.

 2. લંચ પહેલા ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન.

3. ODI ડેબ્યૂ પર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થનાર ચોથો ભારતીય.

હાર્દિક પંડ્યાનું પાકિસ્તાનની સામે છે સતત સારું પ્રદર્શન-
ગુજરાત ટાઇટન્સનું સુકાન સંભાળ્યા બાદ હાર્દિકે આઈપીએલમાં કરેલી કમાલ પણ સૌ ક્રિકેટપ્રેમીઓની ચર્ચાનું કેન્દ્ર બની હતી. પણ હાર્દિક પંડ્યાએ 2017ની ચેમ્પિયન ટ્રોફીમાં 76 રન બનાવીને ટીમને જીતની આશા જગાડી હતી. ત્યાર બાદ હાલમાં  જ એશિયા કપની પાકિસ્તાન સામેની મેચમાં પહેલા બોલિંગ અને ત્યાર બાદ શાનદાર બેટિંગ કરીને ટીમને અપાવી હતી જીત.

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ પહેલા અનેક વિવાદોથી ઘેરાયેલો હતો. હાર્દિક પંડ્યા કોફી વિથ કરણ શોમાં મહિલાઓ વિશે અભદ્ર કૉમેન્ટ કરવા બદલ તેને અને લોકેશ રાહુલને ન્યૂઝીલૅન્ડના પ્રવાસેથી અધવચ્ચે જ પરત બોલાવી લેવાયા હતા.બંને ખેલાડીઓને આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને કેટલીક સજા થઈ હતી. ત્યાર બાદ આ તમામ વિવાદ પછી તેણે 2022 IPLમાં તેણે ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી અને ટીમને વિજેતા બનાવી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news