IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 513 રનનો ટાર્ગેટ, બીજી ઈનિંગમાં પુજારા અને ગિલની સદી

India vs Bangladesh 1st Test: ભારત માટે ફર્સ્ટ ઇનિંગ્સમાં બોલ સાથે કુલદીપ યાદવ ચમક્યો હતો. તેણે 16 ઓવરમાં 6 મેડન સહિત 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રીજીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. તેના સિવાય મોહમ્મદ સિરાજે 3 તો ઉમેશ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો કોઈપણ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહોતો. તેમના માટે મુશફિકર રહીમે સર્વાધિક 28 રન બનાવ્યા હતા.

IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 513 રનનો ટાર્ગેટ, બીજી ઈનિંગમાં પુજારા અને ગિલની સદી

India vs Bangladesh 1st Test: બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ દાવ ડિકલેર કરીને બાંગ્લાદેશને 513 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટ સુધી ટીમને પહોંચાડી રહેલાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલે સદી ફટકારી. ચાર વર્ષ બાદ પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં કરી સદી. આજે ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. ભારતે પોતાની બીજી ઈનિંગ બે વિકેટ પર 258 રન બનાવીને ડિકલેક કરી દીધી. જેમાં પુજારાએ નોટઆઉટ 102 રન બનાવ્યાં. જ્યારે ગિલે શાનદાર 110 રન બનાવ્યાં. 

ઉલ્લેખનીય છેકે, ભારત સામેની ટેસ્ટ મેચમાં પહેલાં જ દાવમાં બાંગ્લાદેશે હથિયાર મુકી દીધાં. પહેલી ઈનિંગમાં જ બાંગ્લાદેશ 150 રનમાં તંબુભેગુ થયું. ભારતીય સ્પીનર કુલદીપ યાદવે કમાલ કરી બતાવ્યો. કુલદીપે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી બાંગ્લાદેશની અડધી ટીમને પેવેલિયન પાછી મોકલી. ઉલ્લેખનીય છેકે, ભારતે પહેલી ઈનિંગમાં 404 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે ચટ્ટોગ્રામ ખાતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમને ફર્સ્ટ ઇનિંગ્સમાં 150 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. આ સાથે જ ભારતને 254 રનની લીડ મળી છે અને તેમણે ફોલો-ઓન કરવાનું ટાળીને ફરીથી બેટિંગ કરવાનું નક્કી કર્યું છે. 

કુલદીપની કમાલઃ
ભારત માટે ફર્સ્ટ ઇનિંગ્સમાં બોલ સાથે કુલદીપ યાદવ ચમક્યો હતો. તેણે 16 ઓવરમાં 6 મેડન સહિત 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રીજીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. તેના સિવાય મોહમ્મદ સિરાજે 3 તો ઉમેશ યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો કોઈપણ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહોતો. તેમના માટે મુશફિકર રહીમે સર્વાધિક 28 રન બનાવ્યા હતા.

પહેલી ઈનિંગમાં ભારતે બનાવ્યાં હતા 404 રનઃ
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 404 રન કર્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયા માટે ચટ્ટોગ્રામ ખાતે ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર અને રવિચંદ્રન અશ્વિને ફિફટી ફટકારી હતી. પૂજારા અને ઐયર બંને સેન્ચુરી ચૂકી ગયા હતા. તેમણે અનુક્રમે 90 અને 86 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિને 58 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news