SL vs AFG: અફઘાનિસ્તાનનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં 2 રને જીત મેળવી શ્રીલંકા સુપર-4માં પહોંચ્યું

Asia Cup 2023: એશિયા કપમાં શ્રીલંકાએ બે રને જીત મેળવી સુપર-4માં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

SL vs AFG: અફઘાનિસ્તાનનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં 2 રને જીત મેળવી શ્રીલંકા સુપર-4માં પહોંચ્યું

નવી દિલ્હીઃ SL vs AFG Match Report: શ્રીલંકાએ રોમાંચક મુકાબલામાં અફઘાનિસ્તાનને 2 રને પરાજય આપ્યો છે. તો આ જીત બાદ દાસુન શનાકાની ટીમ સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યારે અફઘાનિસ્તાનનું દિલ તૂટી ગયું છે. અફઘાનિસ્તાનને મેચ જીતવા માટે 292 રન બનાવવાના હતા. પરંતુ અફઘાન ટીમ 37.4 ઓવરમાં 289 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી શ્રીલંકાને રોમાંચક જીત મળી હતી. 

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટ પર 291 રન બનાવ્યા હતા. આ રીતે અફઘાનિસ્તાનની ટીમને જીત માટે 292 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ અફઘાન ટીમે સુપર-4 રાઉન્ડમાં પહોંચવા માટે લક્ષ્ય 37.1 ઓવર કે તેની પહેલા હાસિલ કરવાનો હતો. અફઘાનિસ્તાન માટે મોહમ્મદ નબીએ 32 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. તો અફઘાનિસ્તાનના કેપ્ટન હશમુતલ્લાહ શાહીદીએ 59 રન ફટકાર્યા હતા. 

શ્રીલંકા માટે કસૂન રજિથાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે દુનિથ વેલેગેલ્લે અને ધનંજય ડી સિલ્વાને બે-બે સફળતા મળી હતી. મહીશ તીક્ષ્ણા અને મહીથા પથિરાનાને 1-1 વિકેટ મળી હતી. 

કુસલ મેન્ડિસની મહત્વની ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 291 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા. કુસલ મેન્ડિસે 94 બોલમાં 92 રન ફટકાર્યા હતા. તેણે છ ચોગ્ગા અને ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે ચરિથ અસલંકાએ 36 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન માટે ગુલબ્દીન નાયબે 10 ઓવરમાં 60 રન આપી ચાર બેટરોને પેવેલિયન મોકલ્યા હતા. રાશિદ ખાનને બે, મુઝીબને એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news