World Cup 2023: ટીમમાં કોઈ લેફ્ટ-આર્મ પેસર નહીં, લેગ સ્પિન, ઓફ-સ્પિન ગાયબ, ભારતની બે મોટી નબળાઈ

વિશ્વકપ 2023 માટે આજે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં બે મોટી ખામી જોવા મળી છે. બીસીસીઆઈની જાહેરાત બાદ ટીમ પસંદગી પર સતત સવાલો ઉઠી રહ્યાં છે. 

World Cup 2023: ટીમમાં કોઈ લેફ્ટ-આર્મ પેસર નહીં, લેગ સ્પિન, ઓફ-સ્પિન ગાયબ, ભારતની બે મોટી નબળાઈ

નવી દિલ્હીઃ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. આ ટીમ તે 17 ખેલાડીઓમાંથી પસંદ કરવામાં આવી છે, જે એશિયા કપ રમવા શ્રીલંકા ગઈ છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને તિલક વર્માને છોડી દરેક ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી વનડે વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. આપણા દેશની મોટાભાગની પિચ સ્પિનરોને મદદરૂપ છે, તેમ છતાં ટીમમાં એકપણ લેગ સ્પિનર અને ઓફ સ્પિનર નથી. ટીમમાં 5 ફાસ્ટ બોલર રાખવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી એકપણ લેફ્ટ આર્મ પેસર નથી. અમે તમને ટીમ ઈન્ડિયાની બે મોટી ખામી વિશે જણાવીશું.

સવાલ 1- ઓફ સ્પિનર અને લેગ સ્પિનરને કેમ સ્થાન નહીં?
વિશ્વકપના મુકાબલા ભારતના 10 અલગ-અલગ શહેરોમાં રમાશે. જ્યાં સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ પિચ મળે છે. 15 સભ્યોની ટીમમાં ત્રણ સ્પિનર છે. ત્રણેય ડાબા હાથથી બોલિંગ કરે છે. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ડાબા હાથના સ્લો ઓર્થોડોક્સ બોલર છે, જ્યારે કુલદીપ યાદવ ચાઇનામેન છે, એટલે કે ડાબા હાથનો કાંડાનો સ્પિનર.

શું આ ભારે પડશે?
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. સાથે વોશિંગટન સુંદરના નામ પર પણ વિચાર થયો નથી, જે બોલિંગની સાથે સારી બેટિંગ કરી શકે છે. દરેક ઈચ્છે છે કે ડાબા હાથના બેટર્સને ઓફ સ્પિનર્સથી પરેશાની થાય છે. પાકિસ્તાનની પાસે ડાબા હાથના બેટર ઘણા છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ પાસે પણ આવા બેટર છે. તેવામાં આ ખેલાડી જાડેજા-અક્ષરને સરળતાથી રમી શકશે. 

સવાલ 2- લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર નહીં
ટીમ ઈન્ડિયામાં 3 ફુલ ટાઇમ ફાસ્ટરની સાથે બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સ પણ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે, તો શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડ વિકલ્પ ટીમને મજબૂત બનાવશે. પરંતુ ટીમમાં એકપણ લેફ્ટ આર્મ ફાસ્ટર ન હોવો ચિંતાની વાત છે. ટીમ મેનેજમેન્ટ આટલા વર્ષમાં એકપણ લેફ્ટ આર્મ ફાસ્ટર તૈયાર કરી શક્યું નહીં. અર્શદીપને ટી20 વિશ્વકપમાં રમાડવામાં આવ્યો, પરંતુ વનડે ફોર્મેટથી દૂર રાખવામાં આવ્યો. એવું નથી કે ટીમ ઈન્ડિયાની પાસે લેફ્ટ આર્મ ફાસ્ટર નથી. ખલીલ અહમદ, ટી નટરાજન અને ચેતન સાકરિયાએ આઈપીએલ સહિત ઘરેલૂ ક્રિકેટમાં પ્રભાવિત કર્યાં, પરંતુ તેને કોન્ફિડન્સ આપવામાં આવ્યો નહીં. 

શું તેની ખોટ પડશે?
ડાબા હાથના ફાસ્ટ બોલર ગમે તે ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો બોલાવવા સક્ષમ હોય છે. તમે ભારતનું ઉદાહરણ લઈ લો. રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ, ગિલ દરેક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરથી પરેશાન થાય છે. ટીમમાં ડાબા હાથનો ફાસ્ટ બોલર ન હોવાને કારણે ભારતીય ખેલાડી પ્રેક્ટિસ પણ કરી શકશે નહીં. પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી, ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ સીધો પડકાર ફેંકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news