SA vs SL: વિકેટ લેવાથી ચુકી ગયું શ્રીલંકા, ફરી ચર્ચામાં DRS

ડીઆરએસને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ફરી એકવાર તેના પર સવાલ ઉભા થયા છે. 
 

SA vs SL: વિકેટ લેવાથી ચુકી ગયું શ્રીલંકા, ફરી ચર્ચામાં DRS

ડરબનઃ DRSમાં ટાઇમિંગની એરરને કારણે શ્રીલંકાની ટીમ એક મહત્વપૂર્ણ વિકેટ હાસિલ કરવાથી ચુકી ગઈ હતી. ડિસીઝન રિવ્યૂ સિસ્ટમમાં 15 સેકન્ડની અંદર અપીલ કરવાની હોય છે. 

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે કિંગ્સમીડ ડરબનમાં રમાઈ રહેલી સિરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં આ ઘટના બની હતી. ડીન એલ્ગરને દિવસની પ્રથમ ઓવરમાં આઉટ કર્યા બાદ વિશ્વ ફર્નાંડોનો બોલ હાશિમ અમલાના પેડ પર લાગ્યો હતો. ફીલ્ડિંગ ટીમે તેના પર જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયર અમીલ ડારે તેને નોટઆઉટ આપ્યો હતો. વાતચીત કર્યા બાદ દિમુથ કરૂણારત્નેએ રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ડામે તે કહેતા ત્રીજા અમ્પાયર પાસે જવાનો ઇન્કાર કરી દીધો કે ફીલ્ડિંગ ટીમે તે માટે વધુ સમય લઈ લીધો છે. 

આઈસીસીના ટેસ્ટ પ્લેઇંગ કંડીશનના સેક્શન 3.2.2 અનુસારઃ બોલ ડેડ થવા અને રિવ્યૂ લેવા વચ્ચે 15 સેકન્ડથી વધુનો સમય ન થવો જોઈએ. જો અમ્પાયરને લાગે કે અપીલ 15 સેકન્ડના નક્કી સમય વચ્ચે ન લેવામાં આવ્યું હોય તો ખેલાડીની રિવ્યૂની અપીલ ઠુકરાવી દેવામાં આવશે. 

ક્રિકઈન્ફો પ્રમાણે મેચના બ્રોડકાસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું કે, કરૂણારત્નેએ માત્ર 13 સેકન્ડની અંદર અપીલ કરી દીધી હતી, અને ટીવી અમ્પાયર ઇયાન ગૂલ્ડ બોલના ડેડ થવા અને રિવ્યૂ લિમિટ ટાઇમના 15 સેકન્ડના સમયના ઇન્ચાર્જ હતી. જો શ્રીલંકા રિવ્યૂ લેવામાં સફળ થાત તો સાઉથ આફ્રિકા શરૂઆતી બે વિકેટ માત્ર શૂન્ય રન પર ગુમાવી દેત. 

અમલા પરંતુ વધુ રન ન બનાવી શક્યો અને માત્ર 3 રન બનાવીને સુરંગા લકમલના બોલ પર LBW આઉટ થઈ ગયો હતો. શ્રીલંકાનો સ્કોર તે સમયે 9 રન હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news