'સૌથી સ્વાર્થી ક્રિકેટર' શેન વોર્નની ટિપ્પણી પર સ્ટીવ વોએ આપ્યો જવાબ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યુ કે, તે શેન વોર્નની સૌથી સ્વાર્થી ક્રિકેટર ટિપ્પણીની ચિંતા કરતા નથી. તેથી અમારી વચ્ચે કોઈ ઝગડો નથી.
Trending Photos
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો (Steve Waugh)એ કહ્યુ કે, શેન વોર્ન (Shane Warne) અને તેની વચ્ચે કોઈ ઝગડો નથી. વોએ કહ્યુ કે, તે આ મહાન સ્પિનર દ્વારા તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ જેવી કે 'સૌથી સ્વાર્થી ક્રિકેટર'ની પરવા કરતા નથી. વોર્ને સૌથી વધુ રન આઉટના સંદિગ્ધ રેકોર્ડ પર પ્રતિક્રિયા આપતા વોર્ને ટ્વીટ કર્યુ, 'વાહ, એસ વો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વાર રન આઉટ (104 વાર)ના રેકોર્ડમાં સામેલ હતા અને તેમણે પોતાના જોડીદારોને 73 વાર રન આઉટ કરાવ્યા- શું તે સાચુ છે.'
તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યુ, 'જેમ મેં આ હજાર વાર કહ્યુ છે, ફરીથી કહુ છુ- હું એસ વોને બિલકુલ નફરત કરતો નથી. આજની સૂચના માટે જણાવુ તો મેં તેને હાલમાં મારી સર્વકાલિન ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેને સામેલ કર્યો હતો. હું જેટલા પણ ખેલાડીઓની સાથે રમ્યો છું, તેમાં સ્ટીવ ચોક્કસપણે સૌથી સ્વાર્થી ક્રિકેટરોમાં સામેલ હતા અને આ આંકડો.'
For the record AGAIN & I’ve said this 1000 times - I do not hate S Waugh at all. FYI - I picked him in my all time best Australian team recently. Steve was easily the most selfish cricketer that I ever played with and this stat....... https://t.co/QMigV788L7
— Shane Warne (@ShaneWarne) May 15, 2020
જ્યારે વોને પૂછવામાં આવ્યુ કે, વોર્ન ફરી તેને નિશાન બનાવી રહ્યા છે તો તેમણે વિશેષ મહત્વ ન આપ્યુ. વિશ્વકપ વિજેતા કેપ્ટને સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યુ, લોકો કહેરા રહે છે કે આ ઝગડો છે. પરંતુ મારા હિસાબથી ઝગડો બે લોકો વચ્ચે થાય છે. મેં ક્યારેય તેની ચિંતા કરી નથી કે આ માત્ર એક વ્યક્તિની વાત હોય.
Covid 19: ઇંગ્લિસ પ્રીમિયર લીગની વાપસી પહેલાં મળ્યા 6 પોઝિટિવ કેસ
તે જગજાહેર છે કે વોર્ન અને વો વચ્ચે સંબંધો એટલા સારા નથી. પહેલા વોર્ને પોતાની આત્મકથામાં કહ્યુ હતુ કે, તેમને વો પ્રત્યે સન્માન ત્યારે ઓછુ થઈ ગયુ હતુ, જ્યારે તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1999 ટેસ્ટ સિરીઝમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 1-2થી પાછળ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે