સુનીલ છેત્રીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, 4 ડિસેમ્બરના દિવસે લગ્ન

મંગળવારે રાત્રે ગુડગાંવની એક હોટેલમાં સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સુનીલ છેત્રીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, 4 ડિસેમ્બરના દિવસે લગ્ન

નવી દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ પોતાની ગર્લફ્રેન્ડ સોનમ ભટ્ટાચાર્ય સાથે સગાઈ કરી લીધી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. સોનમ મોહન બાગાનના મહાન ખેલાડી સુબ્રત ભટ્ટાચાર્યની પુત્રી છે. 

સોનમ અને સુનીલના લગ્ન 4 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે તેમજ તેમના રિસેપ્શનનું આયોજન બેગ્લુરુ ખાતે કરવામાં આવ્યું છે. 

સોનમે સ્કોટલેન્ડથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે કોલકાતાના સોલ્ટ લેક એરિયામાં પોતાની બે હોટલ્સનું કામકાજ સંભાળે છે. 33 વર્ષીય છેત્રીએ ભારત તરફથી 2005થી અત્યારસુધી 97 મેચ રમી છે. આ દરમિયાન તેણે 56 ગોલ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news