ડિજીટલ પેમેન્ટ કરનારને સીધી સરકાર પાસેથી મળશે ઓફર

ગ્રાહકને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્ને મળીને 2 ટકાનો ફાયદો આપશે

ડિજીટલ પેમેન્ટ કરનારને સીધી સરકાર પાસેથી મળશે ઓફર

નવી દિલ્હી : જો તમારી પાસે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ છે અને તમે તેનાં માધ્યમથી જ તમારૂ બિલ વગેરે ચુકવો છો તો આ સમાચાર તમારા માટે છે. જો તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડથી ચુકવણી નથી પણ કરતા તો પણ આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોટબંધી બાદથી સરકાર સતત ડિજીટલ ટ્રાન્ઝેક્શનને આગળ વધારી રહી છે. એવામાં જો તમે પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ એપ દ્વારા બિલ પેમેન્ટ કરો છો તો તમને ફાયદો મળી શકે છે. જો તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ એપ દ્વારા ચુકવણી નથી પણ કરતા તો તમે કાર્ડ પેમેન્ટ ચાલુ કરી દો. 

સરકાર નવી યોજનાઓ હેઠળ ડિજીટલ ચુકવણી કરનારા ગ્રાહકોને વસ્તુ અને સેવા કર (GST)માં 2 ટકાની છુટ આપવાની યોજના બનાવી રહી છે. આ પ્રસ્તાવ પર જાન્યુઆરીમાં યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઇ શકે છે. પ્રસ્તાવ અનુસાર આ છુટ માત્ર બિઝનેસ ટુ કંજ્યુમરની લેવડદેવડ પર પણ પ્રભાવીત થશે. આ છુટ તે ઉત્પાદકો કે સેવાઓ પર લાગુ થશે જેનાં માટે GST રેટ 3 ટકા અથવા તેનાંથી વધારે હોય છે. 

સરકારની મંશા એ પ્રકારની છૂટ આપીને ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધારવાની છે. બે ટકાની છુટમાં એક ટકા કેન્દ્રીય જીએસટી અને એક ટકા રાજ્ય જીએસટીને થશે. મળતી માહિતી અનુસાર જો આ પ્રસ્તાવને મંજુરી મળે છે તો તેનાંથી ઔપચારિક અર્થવ્યવસ્થાનો આકાર વધારવામાં મદદ મળશે.  ત્યાર બાદ ગ્રાહક દુકાનદારો પાસેથી ડિજીટલ ચુકવણીની માંગ કરશે. 

સરકારનાં આયોજનથી કરચોરીની શક્યતાઓ ઘટી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી કાઉન્સિલની 10 નવેમ્બરે ગુવાહાટીમાં થયેલી બેઠકમાં પણ આ પ્રસ્તાવનો સમાવેશ હતો. જો કે આ અંગે ચર્ચા નહોતી થઇ શકે. જો કાઉન્સિલ તરફતી આ પ્રસ્તાવ પર મહોર લાગે છે તો ડિજીટલ પેમેન્ટ કરનારા લોકો માટે જીએસટીનો દર 18 ટકાથી ઘટીને 16 ટકા રહી જશે. સરકાર તરફથી છુટની સીમા નક્કી કરવામાં આવશે. 

મળનારી છૂટની સીમાં પ્રતિ લેવડ દેવડ મહત્તમ 100 રૂપિયા સુધી હોઇ શકે છે. એટલે કે જો તમે 5 હજાર રૂપિયા અથવા તેનાંથી વધારે ચુકવણી એક સાથે કરો છો તો તમને તેનાં પર 100 રૂપિયા સુધીનો ફાયદો મળશે. આ યોજનામાં ગ્રાહકો માટે બે કિંમતોની રજુઆત કરવામાં આવશે. તેમાંથી એકમાં રોકડ ચુકવણી સાથે ખરીદી કરવા અંગે સામાન્ય જીએસટી દર લાગશે અને ડિજીટલ ચુકવણી પર જીએસટીમાં 2 ટકાની છુટ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news