ટીમ ઈન્ડિયામાં ચાલશે 'સૂર્યા ભાઉ' નો ઓર્ડર, શ્રીલંકા સામે T20-વનડેની ટીમ જાહેર

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન હશે. જ્યારે રોહિત શર્મા વનડે ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલ બંને સિરીઝ માટે ટીમનો વાઈસ કેપ્ટન હશે. કોચ તરીકે ગૌતમ ગંભીરનો આ પહેલો પ્રવાસ હશે.
 

ટીમ ઈન્ડિયામાં ચાલશે 'સૂર્યા ભાઉ' નો ઓર્ડર, શ્રીલંકા સામે T20-વનડેની ટીમ જાહેર

Team India: BCCI એ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 27 જુલાઈથી શરૂ થનારા આ પ્રવાસમાં 3 T20 અને 3 ODI મેચ રમાશે. સૂર્યકુમાર યાદવને ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. રોહિત શર્માએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વનડે ટીમની કપ્તાની રોહિત શર્મા પાસે રહેશે.

કોચ ગૌતમ ગંભીર... ટીમમાં ઘણા ફેરફાર
વાસ્તવમાં ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર થયા છે. વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને T20નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે, વિરાટ કોહલીને પણ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શુભમન ગિલને બંને ફોર્મેટની ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રિયાન પરાગ અને હર્ષિત રાણાને વનડે ટીમમાં જગ્યા મળી છે.

T20I Squad: Suryakumar Yadav (C), Ꮪhubman Gill (VC), Yashasvi Jaiswal, Rinku Singh, Riyan Parag, Rishabh Pant (WK), Sanju Samson (WK), Hardik Pandya, Shivam Dube, Axar Patel, Washington Sundar,… pic.twitter.com/3tTjxkw0fv

— ANI (@ANI) July 18, 2024

T20  ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

વનડે આંતરરાષ્ટ્રીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

ભારત-શ્રીલંકા સિરીઝ ટાઈમ ટેબલ

  • 27 જુલાઈ- 1લી T20, પલ્લેકલ
  • 28 જુલાઈ- બીજી ટી20, પલ્લેકલ
  • 30 જુલાઈ- ત્રીજી ટી20, પલ્લેકલ
  • 2 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો
  • 4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
  • 7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news