Virat-Rohit ભેટી પડ્યાં અને સ્ટેડિયમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો! દુનિયાએ જોયો દેશના દિલ અને ધડકનનો 'Bromance'
Virat-Rohit Hug: ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવ હોવાની ચર્ચા પર સતત સોશિયલ મીડિયામાં થતી હતી. આ બધાની વચ્ચે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથો-સાથ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેચ નીહાળી રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને જોવા મળ્યાં ખાસ દ્રશ્યો.
Trending Photos
નવી દિલ્લીઃ કેપ્ટનશીપ છિનવાયા બાદ શરૂઆતમાં વિરાટ કોહલીના પરફોર્મન્સ પર તેની વિપરીત અસર જોવા મળી રહી હતી. જોકે, બાદમાં વિરાટે પોતાની ગેમ પર ફોકસ કરતા હવે તે સારી લયમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવ હોવાની ચર્ચા પર સતત સોશિયલ મીડિયામાં થતી હતી. આ બધાની વચ્ચે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથો-સાથ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેચ નીહાળી રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને જોવા મળ્યાં ખાસ દ્રશ્યો. વિરાટ અને રોહિત ભેટી પડ્યાં તો સૌ કોઈ જોતા રહી ગયાં. જોત-જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg
— BCCI (@BCCI) September 25, 2022
વિરાટ કોહલી અને રોહિત શર્મા સ્ટેડિયમની સીડીઓ પર સાથે બેઠાં હતાં અને ઉભા થઈને એકબીજાને ભેટી પડ્યાં. આ વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના બે સુપરસ્ટાર ખેલાડીઓ વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ જોવા મળ્યો. Bromance ની આ તસવીરો ટિકાકારો માટે લપડાક સમાન છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વિરાટ અને રોહિતની દોસ્તી અને બન્ને વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ છે તે દુનિયાને જોવા મળ્યો.
The bond between these two is beyond perfection. Fans should understand this. #IndvsAus pic.twitter.com/qtklkMUsDQ
— Amit Mishra (@MishiAmit) September 25, 2022
ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 મેચમાં 187 રન ચેઝ કરતાં ભારતની શરૂઆત નબળી રહી હતી. લોકેશ રાહુલ પ્રથમ ઓવરના છેલ્લા બોલે 1 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો વિરાટ. અને ત્રીજી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચે એડમ ઝામ્પાના હાથમાં બોલ આપ્યો. વિરાટ-ઝામ્પાની ટક્કરમાં લેગ-સ્પિનરનો હાથ ઉપર રહ્યો છે, તેણે આ મેચ પહેલાં કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 8 વાર આઉટ કર્યો હતો. ફિન્ચે માઈન્ડ ગેમ રમવાનો પ્રયાસ કર્યો.
વિરાટે પોતાની ઇનિંગ દરમિયાન 48 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા. કોહલીએ બાઉન્ડરી મારીને ઝામ્પાનું સ્વાગત કર્યું. ઓવર-પિચ્ડ બોલને કવર્સ પર માર્યો. ઓવર હિટ કરવાની કોઈપણ ટ્રાય નહીં. તે પછી તો વિરાટે પાવરપ્લેમાં વધુ બે ટ્રેડમાર્ક શોટ રમતા જોશ હેઝલવુડની બોલિંગમાં એક્સ્ટ્રા કવર્સ રિજન પર અને કેમરૂન ગ્રીનની બોલિંગમાં કવર પોઇન્ટ પર ફોર મારી. પાવરપ્લેમાં જ હેઝલવુડની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સિક્સ પણ મારી હો પાછી. એ ભુલાઈ કેવી રીતે જાય? સ્લોઅર શોર્ટ બોલને પ્રોપર પનિશમેન્ટ આપતા શોટ માર્યો. કોહલીએ સૂર્યકુમાર સાથેની ભાગીદારીમાં એન્કરની ભૂમિકા ભજવી. રનચેઝમાં અનુભવ સાથે રમવું કોને કહેવાય એ વિરાટની બેટિંગ જોવો તો જ ખબર પડે. રોહિતના આઉટ થયા પછી સૂર્યકુમાર સાથેની પાર્ટનરશિપમાં વિરાટે એન્કર તરીકે રમવાનું શરૂ કર્યું. સૂર્ય સારા ટચમાં હતો અને સરળતાથી બોલને સીમારેખાની બહાર મોકલી રહ્યો હતો.
વિરાટ અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારે વિરાટે સેન્સિબલ ગેમ રમતા સ્ટ્રાઇક રોટેટ કરવા પર વધારે ભાર આપ્યો. રનરેટ પણ કંટ્રોલમાં હોવાથી એણે એ સમયે હાઈ-રિસ્ક ગેમ રમવાની જરૂર નહોતી. તેણે મેચ બાદ કહ્યું કે, કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડે પણ તેને ડગઆઉટમાંથી કહ્યું હતું કે, તું મોટા શોટ્સ રમ્યા વગર બેટિંગ કરવાનું ચાલુ રાખી શકે છે.
ભારતને 18.2 ઓવર થઈ એટલે કે 10 બોલ બાકી હતા એ સમયે 14 રનની જરૂર હતી. હેઝલવુડની ઓવરમાં ત્રીજો અને ચોથો બોલ ડોટ ગયો. ત્રીજા બોલમાં કોહલીને લાગ્યું વાઈડ હશે એટલે એણે જવા દીધો, જ્યારે ચોથા બોલમાં એણે બેટ ફેરવ્યું પણ કનેક્ટ કરી શક્યો નહીં. ઈકવેશન થઈ ગઈ – 8 બોલમાં 14 રન. પાંચમા બોલે ડબલ અને છેલ્લા બોલે સિંગલ. 1 ઓવરમાં 11 રનની જરૂર. વિરાટને છેલ્લા બોલે 2 રન લેવા હતા પરંતુ એવું કરી શક્યો નહીં.
અંતિમ ઓવરમાં મેચ ગમે તે બાજુ જઈ શકે એમ હતી પરંતુ પ્રથમ બોલે વિરાટે સિક્સ મારી. અને બધાએ રાહતનો શ્વાસ લીધો. બીજા બોલે કોહલી આઉટ થયો. પરંતુ ત્યારે 4 બોલમાં 5 રનની જ જરૂર હતી. ત્યારબાદ 1 રન અને ખાલી. એ 1 રન દિનેશ કાર્તિકે લીધો. હાર્દિક પંડ્યાએ ખાલી કાઢ્યો – ખરેખરમાં વાઈડ લાઈનની ઘણો નજીક હતો એ બોલ. પેનલ્ટીમેટ બોલમાં હાર્દિકે શોર્ટ થર્ડ મેન ફિલ્ડરને પાસ કરીને ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી.
વિરાટ અંતિમ ઓવરના બીજા બોલે આઉટ થયો પછી પરત ફરી રહ્યો હતો ત્યારે રોહિતે તેની પીઠ થપથપાવી હતી. રોહિત ખુશ હતો કે વિરાટ મેચને લોક કરીને પાછો ફર્યો છે. જનરલી ગેમ કમ્પ્લીટ કરીને પાછો ફરે એવી બધાની અપેક્ષા હોય છે, જોકે – તેમ છતાં વિરાટે ટીમને એવી સિચ્યુએશનમાં લાવીને મૂકી દીધી હતી કે જ્યાંથી હારવું અઘરું હતુ!
ભારતે મેચ જીતી અને કોહલી-રોહિત ભેટી પડ્યા-
વિરાટ આઉટ થયો એ પછી તે અને રોહિત સાથે બેસીને મેચ જોઈ રહ્યા હતા. એક દેશનું દિલ (વિરાટ) અને એક દેશની ધડકન (રોહિત) ઘણી આતુરતાથી વિનિંગ રનની રાહ જોઈ રહ્યા હતા. એમાં જ્યારે હાર્દિકે વિનિંગ ફોર મારી તો બંને નિખાલસતા સાથે એકબીજાને ભેટી પડ્યા. ટીવી, લેપટોપ અથવા ગમે તે ડિવાઇસ પર આ મોમેન્ટ જોનારનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. સોશિયલ મીડિયા પર આ મોમેન્ટની મેચ કરતા વધુ ચર્ચા થઈ. જાણે કોઈ લવ સ્ટોરીનું હેપી એન્ડિંગ હોય એમ એવું લાગ્યું કે ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે સમય થંભી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે