વર્લ્ડ કપ 2019: મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જંગલમાં કરી મસ્તી
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન જંગલમાં પહોંચી ગઈ હતી. ત્યાં ખેલાડીઓએ ફીલ્ડ પ્રેક્ટિસ કરી અને આનંદ પણ માણ્યો હતો. ફીલ્ડિંગ કોચ શ્રીધરે મસ્તીના અંદાજમાં ટીમને ટિપ્સ આપી હતી.
Trending Photos
સાઉથહૈમ્પટનઃ ભારતીય ટીમે વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ પાંચ જૂને સાઉથ આફ્રિક વિરુદ્ધ રમવાની છે. આ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયાના ખેલાડી પ્રેક્ટિસની સાથે-સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે. ગુરૂવારે જ્યાં ફીલ્ડ પ્રેક્ટિસ દરમિયાન પણ ફીલ્ડિંગ કોચ આર શ્રીધરે મસ્તીના અંદાજમાં ફીલ્ડિંગની ઘણી ટિપ્સ જણાવી તો શુક્રવારે ખેલાડી પ્રેક્ટિસ કરવા માટે જંગલ પંહોચી ગયા હતા.
રમ્યા પેંટબોલ
કેપ્ટન વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓએ અહીં પેંટબોલ ગેમમાં ભાગ લીધો. ખુદ વિરાટે તેની એક તસ્વીર ટ્વીટર પર પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, બુમરાહ, કુલદીપ, કાર્તિક, જાડેજા અને દીપક ચહરને જોઈ શકાય છે. વધુ એક ફોટો બીસીસીઆઈએ ટ્વીટ કર્યો છે, જેમાં એમએસ ધોની અને ચહલ ટીમના સાથી ખેલાડીઓ સંગ મસ્તી કરતા દેખાઈ રહ્યાં છે.
Snapshots from #TeamIndia's fun day out in the woods. Stay tuned for more..... pic.twitter.com/nKWS21LXco
— BCCI (@BCCI) May 31, 2019
નેટ પ્રેક્ટિસ પણ કરી
આ પહેલા ટીમ ઈન્ડિયાએ નેટ પર અભ્યાસ કર્યો હતો. વિરાટ કોહલીએ પહેલા સ્પિન બોલરો અને પછી ફાસ્ટ બોલરોનો સામનો કર્યો હતો. કોહલી સિવાય શિખર અને ધોની પણ નેટમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.
બોલરોમાં ભુવનેશ્વર કુમાર પ્રેક્ટિસ દરમિયાન પોતાની બોલિંગમાં ઘણી પ્રકારના પ્રયોગ કરતો જોવા મળ્યો હતો. કોચ રવિ શાસ્ત્રીએ ભુવીને પરિસ્થિતિઓ પ્રમાણે બોલિંગ કરવાની ટિપ્સ જણાવી. અસ્વસ્થ હોવાને કારણે કુલદીપ યાદવ નેટ પ્રેક્ટિસથી દૂર રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે