આયરલેંડ સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, પંત બાદ હવે આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

આ સીરીઝ માટે ઘણા નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. ઘણા એવા ખેલાડી પણ ટીમમાં સામેલ થયા છે જેમને સાઉથ આફ્રીકા સીરીઝમાં તક આપવામાં આવી ન હતી. ખાસકરીને તેમાં સંજૂ સૈમસન અને રાહુલ ત્રિપાઠીનું નામ આવે છે. તો બીજીતરફ સુર્યકુમાર યાદવ પણ ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. તો બીજી તરફ કેએલ રાહુલ આ સીરીઝથી બહાર થઇ ગયા છે. 

આયરલેંડ સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત, પંત બાદ હવે આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

Team India squad for T20 Series against Ireland: ભારતીય ટીમ આગામી મહિનેથી આયરલેંડના વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ટકરાવવાની છે. આ સીરીઝ માટે જ્યાં આયરલેંડની ટીમની પહેલાં જ જાહેરાત થઇ ગઇ છે. તો બીજી તરફ આ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત અત્યારે થઇ ગઇ છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાને એક નવો કેપ્ટન મળી ગયો છે. 

ટીમ ઇન્ડીયાને મળ્યો નવો કેપ્ટન
આયરલેંડ વિરૂદ્ધ યોજાનારી ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત થઇ ચૂકી છે. આ ટીમની કેપ્ટનશિપ પહેલીવાર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક પટેલની કેપ્ટનશિપમાં તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 નો ખિતાબ જીત્યો હતો. તેના લીધે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભુવનેશ્વર કુમાર આ સીરીઝમાં ઉપકેપ્ટન હશે. તો બીજી તરફ બંને ઉપરાંત ઘણા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

આ નવા ખેલાડીઓએને મળી તક
આ સીરીઝ માટે ઘણા નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. ઘણા એવા ખેલાડી પણ ટીમમાં સામેલ થયા છે જેમને સાઉથ આફ્રીકા સીરીઝમાં તક આપવામાં આવી ન હતી. ખાસકરીને તેમાં સંજૂ સૈમસન અને રાહુલ ત્રિપાઠીનું નામ આવે છે. તો બીજીતરફ સુર્યકુમાર યાદવ પણ ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. તો બીજી તરફ કેએલ રાહુલ આ સીરીઝથી બહાર થઇ ગયા છે. 

આયરલેંડ સીરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સૈમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐય્યર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકિપર), યુજવેંદ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news