ટીમ ઇન્ડિયાની ખતરનાક 'ચોકડી' એક જ બોલર પાસે સાબિત થઈ પાણી વિનાની
પીટર ચેજને મેચમાં બોલિંગથી તરખાટ મચાવી દીધો છે
Trending Photos
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાએ ભલે આયલૈંડ વિરૂદ્ધની ટી-20 સિરીઝની પહેલી બે મેચ જીતી લીધી હોય પણ આયરિશ બોલરે ભારત વિરૂદ્ધ જબરદસ્ત બોલિંગ કરીને બધાનું દિલ જીતી લીધું છે. આયરિશ બોલર પીટર ચેજે ભારત વિરૂદ્ધ 4 ઓવર ફેંક્યા અને માત્ર 35 રન આપીને 4 વિકેટ મેળવી લીધા હતા. ભારતીય બોલરોએ એ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો જેની સામે દુનિયાના મોટામોટા બોલર્સ ધ્રુજે છે.
આ આઇરિશ બોલરે ટીમ ઇન્ડિયાના એ ટોપ 4 બોલર્સની વિકેટ લીધી છે જેને આઉટ કરવાનું સપનું દરેક બોલર જુએ છે. પીટર ચેજે દુનિયાની સૌથી ખતરનાક 'ચોકડી' વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને રોહિત શર્માને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. પીટરે વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી બનાવનાર દુનિયાના એકમાત્ર બેટ્સમેન રોહિત શર્માને 97 રનમાં, મહેન્દ્ર સિંહ ધોનીને 11 રનમાં, વિરાટ કોહલીને ઝીરો રનમાં તેમજ સુરૈશ રૈનાને 10 રન પર આઉટ કરી દીધા હતા.
MS Dhoni ✅
Rohit Sharma ✅
Virat Kohli ✅
Peter Chase's career best figures of 4 for 35 included these 3 wickets in 4 balls!
The best final over ever in a Twenty20 International?#IREvIND🏏 pic.twitter.com/bxUUuW0exN
— Irish Cricketers (@IrishCricketers) June 27, 2018
Handshakes all around as #TeamIndia win by 76 runs.#IREvIND pic.twitter.com/uh37qETaFn
— BCCI (@BCCI) June 27, 2018
ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે જ્યારે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને એક જ બોલરે આઉટ કર્યા છે. પીટરે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને સુરેશ રૈનાને એક જ ઓવરમાં આઉટ કરી દીધા હતા. આ સિવાય વિરાટ કોહલીની વિકેટ બીજી ઓવરમાં ખેરવી લીધી હતી.
ભારતીય ઓનપર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન ટી-20 ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપ કરી. આ બંનેએ પહેલી વિકેટ માટે 160 રનની પાર્ટનરશીપ કરી. ભારત માટે ટી20 ક્રિકેટમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપનો રેકોર્ડ લોકેશ રાહુલ અને રોહિત શર્માના નામ પર છે. આ બંને બેટ્સમેનોએ વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ધ 165 રનની પાર્ટનરશીપ કરી હતી. આયરલેન્ડ વિરુદ્ધ રોહિત શર્મા અને શિખર ધવન ભારત તરફથી ટી20 ક્રિકેટમાં 1000થી વધારે રનની પાર્ટનરશીપ કરનારા પહેલા બેટ્સમેન બની ગયા છે. આ પહેલા ટી20 ક્રિકેટમાં 1000 રનથી વધારેની પાર્ટનરશીપ ડેવિટ વોર્નર અને શેન વોટસન (1154 રન)ના નામે છે. આ પછીના ક્રમે માર્ટિન ગપ્ટિલ અને કેન વિલિયમસન (1151 રન) આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે