લોર્ડ્સમાં આવી હશે પિચ, આ ખેલાડીઓની સાથે ઉતરી શકે છે ભારત

બર્મિંઘમમાં ટીમ ઈન્ડિયાનો 31 રને પરાજય થયો હતો, તેવામાં લોર્ડ્સમાં ભારત જીતના ઈરાદા સાથે ઉતરશે. ટીમ ઈન્ડિયાના પક્ષમાં એક વાત છે કે છેલ્લીવાર આ મેદાન પર તેમણે યજમાન ટીમને પરાજય આપ્યો હતો. 
 

લોર્ડ્સમાં આવી હશે પિચ, આ ખેલાડીઓની સાથે ઉતરી શકે છે ભારત

લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ ગુરૂવારે બપોરે 3.30 કલાકથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ લોર્ડ્સમાં જ્યારે ઈંગ્લેન્ડની સામે હશે તો તેનો પ્રયત્ન પોતાના બેટ્સમેનોના જવાબદારી પૂર્વકના પ્રદર્શનની મદદથી જીત મેળવવાનો હશે. 

કેપ્ટન કોહલીને જો બર્મિંઘમમાં બાકીના બેટ્સમેનોનો સહયોગ મળ્યો હોત તો સ્થિતિ અલગ હોત. વિશ્વની નંબર વન ટીમ લીડ મેળવવાની નજીક પહોંચી હતી, પરંતુ 31 રનથી ચૂકી ગઈ. હવે ટીમ ઈન્ડિયાની સામે શ્રેણીમાં 1-1ની બરોબરી કરવાનો પડકાર છે. 

લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
લોર્ડ્સના મેદાન પર ટીમ ઈન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો તે ખરાબ રહ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમે 17 ટેસ્ટ મેચ રમી છે. આ 17માંથી ઈંગ્લેન્ડની ટીમે 11 મેચમાં વિજય મેળવ્યો છે, જ્યારે ભારતને માત્ર 2માં વિજય મળ્યો છે. જ્યારે 4 વખત ટેસ્ટ મેચ ડ્રો રહ્યો છે. 

લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાના માત્ર બે વખત જીત મળી છે. વર્ષ 1986માં કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે ઈંગ્લિશ ટીમને પાંચ વિકેટે હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. તેના 28 વર્ષ બાદ 2014માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમને 95 રને પરાજય આપ્યો હતો. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચોનો રેકોર્ડ
આંકડાની વાત કરીએ તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 118 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાંથી ભારતે 25માં જીત મેળવી છે, જ્યારે તેને 44માં હારનો સામનો કરવો પડ્યો છે. 49 ટેસ્ટ ડ્રો રહી છે. 

ઈંગ્લેન્ડની ધરતી પર પરિણામની વાત કરીએ તો અત્યાર સુધી બંન્ને વચ્ચે 58 ટેસ્ટ રમાઇ છે, જેમાં ભારતનો 6માં અને ઈંગ્લેન્ડનો 31માં વિજય થયો છે. 21 ટેસ્ટ ડ્રો રહી. 

આવી છે લોર્ડ્સની પિચ
મેચના બે દિવસ પહેલા લોર્ડ્સમાં ખૂબ ઘાસ હતી, પરંતુ મેચ શરૂ થયા પહેલા તેના પર પાણી છાંટવાની આશા છે. જો પાણી છાંટવામાં નહીં આવે તો માનવામાં આવી રહ્યું છે કે પિચ સુકી હશે. 

ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઇન-અપ પર રહેશે નજર
પ્રથમ ટેસ્ટમાં બેટ્સમેનો બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં છતા બોલિંગ કોચ ભરત અરૂણે વધારાનો બેટ્સમેન ઉતારવાની સંભાવનાનો ઈનકાર કર્યો. તેમણે કહ્યું કે બીજા સ્પિનર પર વિચાર થઈ શકે છે. 

તેવામાં ઉમેશ યાદવને બહાર બેસાડવામાં આવી શકે છે. કારણ  કે, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. બીજા સ્પિનરની પસંદગી માટે દુવિધા હશે. 

છેલ્લીવાર રવીન્દ્ર જાડેજાએ 2014માં લોર્ડ્સ પર મરતા બંન્ને ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ બીજી ઈનિંગમાં 68 રન બનાવ્યા હતા જેનાથી મેચ જીતવાનો સ્કોર બનાવવામાં ભારત સફળ રહ્યું હતું. તો બીજી તરફ કુલદીપ યાદવને પણ તક મળી શકે છે. 

બેટ્સમેનોની પસંદગી માથાનો દુખાવો
બેટિંગ ક્રમમાં પણ કોહલીની સામે મુશ્કેલ પડકાર છે. કેપ્ટને પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારા પર શિખર ધવનને મહત્વ આપ્યું જેનાથી રાહુલને અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું. 

ત્રીજા નંબર પર પ્રયોગ ટીમ મેનેજમેન્ટ માટે કોઇ નવી વાત નથી. આ પહેલા 2014-2015માં કોહલી અને રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં ચોથી ટેસ્ટમાં પૂજારાની જગ્યાએ ત્રીજા નંબરે રોહિત શર્માને ઉતાર્યો હતો. 

ત્યારબાદ બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પણ આ પ્રયોગ ચાલુ રહ્યો, પરંતુ આગામી બે ટેસ્ટમાં અજ્કિંય રહાણેને ત્રીજા નંબરે ઉતારવામાં આવ્યો. 

પૂજારા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2015ની ઘરેલૂ શ્રેણીમાં ત્રીજા નંબર પર પરત ફર્યો અને છ ટેસ્ટ સુધી આ ક્રમ જારી રહ્યો. ત્યારબાદ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 2016માં સેન્ટ લૂસિયા ટેસ્ટમાં ફરી તેને બહાર કરી દેવામાં આવ્યો. 

કોહલીએ તે મેચમાં ત્રીજા નંબર પર ઉતર્યો અને બે ઈનિંગમાં ત્રણ અને ચાર રન બનાવ્યા. ટીમ મેનેજમેન્ટે હવે તે નક્કી કરવાનું છે કે પૂજારા માટે અંતિમ ઈલેવનમાં સ્થાન છે કે નહીં. પ્રથમ ટેસ્ટમાં ધવન માત્ર 26 અને 13 રન જ્યારે રાહુલ ચાર અને 13 રન બનાવી શક્યો હતો. 

ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજ્કિંય રહાણે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કરૂણ નાયર, હાર્દિક પંડ્યા, અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 

ઈંગ્લેન્ડ
જો રૂટ (કેપ્ટન), એલિસ્ટેયર કુક, કીટોન જેનિંગ્સ, જોની બેયરસ્ટો, જોસ બટલર, ઓલિવર પોપ, મોઇન અલી, આદિલ રાશિદ, જૈમી પોર્ટર, સૈમ કુરેન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ડ બ્રોડ, ક્રિસ વોક્સ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news