Tokyo Olympics: હોકીમાં ભારતની શાનદાર જીત, સ્પેનને 3-0થી પછાડ્યું, રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા

ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ. 

Tokyo Olympics: હોકીમાં ભારતની શાનદાર જીત, સ્પેનને 3-0થી પછાડ્યું, રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ. 

ગેમ શરૂ થઈ તેની 14મી મિનિટમાં જ ટીમ ઈન્ડિયાએ પહેલો ગોલ કરી નાખ્યો. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ સ્પેન સામે એકદમ મજબૂતાઈથી રમી. શાનદાર રમતનું પ્રદર્શન કરીને સ્પેનને 3-0થી હરાવ્યું. 

— ANI (@ANI) July 27, 2021

ભારત તરફથી ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરમાં થયો. રૂપિન્દર સિંહે રમતની 51મી મિનિટમાં આ ગોલ કર્યો. રૂપિન્દરે મેચમાં આ બીજો ગોલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news