Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની મર્દાની ખુબ લડીને હારી, હાથમાંથી સરકી ગયો ચંદ્રક
ટોક્યો ઓલિમ્પકમાં ભારતીય મહિલા હોકી ટીમનું સપનું તૂટી ગયું. બ્રોન્ઝ મેડલ માટે બ્રિટન સામેની મેચમાં ભારતની મર્દાનીઓ ખુબ લડી. એક તબક્કે ખેલ 3-3ની બરાબરી સુધી પહોંચ્યો હતો. રમતના અંતિમ પડાવમાં બ્રિટને એક ગોલ ફટકારીને લીડ મેળવી લીધી. અને અંત સુધી એ લીડ જાળવી રાખતા ભારતને 4-3 થી હરાવ્યું.
Trending Photos
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પકમાં ભારતીય મહિલા હોકી ટીમનું સપનું તૂટી ગયું. બ્રોન્ઝ મેડલ માટે બ્રિટન સામેની મેચમાં ભારતની મર્દાનીઓ ખુબ લડી. એક તબક્કે ખેલ 3-3ની બરાબરી સુધી પહોંચ્યો હતો. રમતના અંતિમ પડાવમાં બ્રિટને એક ગોલ ફટકારીને લીડ મેળવી લીધી. અને અંત સુધી એ લીડ જાળવી રાખતા ભારતને 4-3 થી હરાવ્યું.
ગ્રેટ બ્રિટનની ટીમે શુક્રવારે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમને 4-3થી હરાવી ભારતનું દિલ તોડી દીધું. ભારતીય મહિલા હોકી ટીમ આ રીતે ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ. ભારતીય મહિલા હોકી ટીમને પ્રથમ વખત ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તક મળી હતી, જે હાથમાંથી જતી રહી હતી. મહિલા ટીમ તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી હતી.
રમતની શરૂઆતમાં બ્રિટેનએ બે ગોલ કરીને પોતાની લીડ બનાવી લીધી છે. અને બ્રિટેન આજે ખુબ જ આક્રામક મુડ સાથે મેદાનમાં ઉતર્યું છે. જોકે, ભારતીય મહિલા હોકી ટીમે પલટવાર કરીને જબરદસ્ત રમત દર્શાવીને ઉપરાં ઉપરી 3 ગોલ ફટકારી દીધાં છે. અને એ સાથે જ 2 થી પાછળ રહ્યાં બાદ ભારતીય મહિલા હોકી ટીમ એક તબક્કે 3-2 થી આગળ થઈ ગઈ હતી. જોકે, ત્યાર બાદ બ્રિટને એક ગોલ કરીને 3-3 ગોલની બરાબરી કરી લીધી હતી. ત્યાર બાદ ફાઈનલ ક્વાર્ટરમાં બ્રિટેને એક ગોલ ફટકરીને 4-3 થી બઢત મેળવી લીધી હતી. રમતની છેલ્લી ઘઢી સુધી બ્રિટેને લીડ જાળવી રાખી અને ભારતીય મહિલા હોકી ટીમને 4-3 થી હરાવી. મહિલા હોકીની બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં બ્રિટેન સામે ભારત તરફથી ત્રણમાંથી બે ગોલ ગુરજીત કોરે ફટકાર્યા હતા. જ્યારે વંદના કટારિયાએ ત્રીજી ગોલ માર્યો હતો.
ભારતીય મહિલા ટીમે પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાની તક ગુમાવી:
ભારતીય મહિલા ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ જીતવામાં ચૂકી ગઈ. જોકે, પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચીને ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો હતો.
બ્રિટનની ટીમ રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા હતી:
2016 ની રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર બ્રિટીશ ટીમે પોતાની આઠમી ઓલિમ્પિકમાં ત્રીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓઇ હોકી સ્ટેડિયમ નોર્થ પિચ પર યોજાયેલી આ મેચમાં ઘણા ઉતાર -ચાવ આવ્યા હતા. તેની ત્રીજી ઓલિમ્પિક રમતમાં, ભારત એક સમયે 0-2થી પાછળ હતું, પરંતુ તેણે ત્રણ ગોલ કરીને હાફ-વીસ પર 3-2ની લીડ મેળવી હતી, પરંતુ તે પછી ઇંગ્લેન્ડે સતત બે ગોલ કરીને મેચ જીતી લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે