Tokyo Olympics Live : ઓલિમ્પિકમાં ભારતનુ ખાતુ ખૂલ્યું, મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ અપાવ્યો
ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics 2021) નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થવાની છે. જેમા તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ ( Tokyo Olympics 2021 ) નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થવાની છે. જેમા તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે. જોકે, બીજા દિવસની ભારતની શરૂઆત કંઈ ખાસ થઈ નથી. દિવસની શરૂઆતના નિશાન પર કુલ ચાર ગોલ્ડ હતા. પરંતુ તેમાંથી એકની આશા ઠગારી નીવડી છે. કારણ કે, મહિલાઓની 10 મીટર એર રાઈફલની કોમ્પિટિશનમાંથી ભારત બહાર જતુ રહ્યુ છે. પંરતુ બીજી તરફ ભારતનો શુટિંગમાં મેડલ પાક્કો થઈ ગયો છે. કારણ કે, સૌરભ ચૌધરી ફાઈનલમા પહોંચી ગયા છે.
મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર અપાવ્યો
મીરાબાઈ ચાનૂએ ભારતને ઓલિમ્પિકમાં પહેલો મેડલ આપ્વાયો છે. મહિલા વેઈટ લિફ્ટીંગમાં મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલો વજન ઉઠાવવામાં સફળ રહી. જોકે, ત્રીજા પ્રયાસાં તેઓ અસફળ રહ્યા અને ગોલ્ડ મેડલની રેસમાઁથી બહાર નીકળી ગયા.
Mirabai Chanu wins #Silver medal in #Tokyo2020 weightlifting, becomes the only second Indian weightlifter ever to win an #Olympics medal
(Photo Credit: Indian Olympic Association) pic.twitter.com/ulgAQlkAk3
— ANI (@ANI) July 24, 2021
તીરંદાજીમાં કોરિયા સામે હાર્યું ભારત
તીરંદાજીના ક્વાર્ટર ફાઈનલમાં દીપિકા અને પ્રવીણની જોડી હારી ગઈ છે. તેમને કોરિયન જોડી સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય તીરંદાજોની જોડી ત્રણના મુકાબલામાં એક સેટ જ જીતી શકી છે. કોરિયાએ એક અંકથી બીજો સેટ જીત્યો હતો. ભારતના તીરંદાજોએ 37 અંક મેળવ્યા હતા, પરંતુ કોરિયન તીરંદાજે 38 અંક મેળવ્યા છે.
Tokyo Olympics: Deepika, Pravin lose quarters clash to An San, Kim Je Deok in Archery Mixed Team event
— ANI Digital (@ani_digital) July 24, 2021
બત્રા-શરતની જોડી હારી
ટેબલ ટેનિસ (table tennis) માં ભારતનો મુકાબલો ચીન સાથે રહ્યો હતો. જેમાં મનિક બત્રા (manika batra) અને શરત કમલ (sharath kamal) ની શરૂઆત બહુ સારી નથી રહી. મનિકા બત્રા અને શરત કમલની જોડી રાઉન્ડ ઓફ 16 માં ચીની તાઈપેની જોડી સાથે સીધી ગેમ્સમાં 8-11, 6-11, 5-11, 4-11 થી હારી ગઈ છે. આમ, ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં ભારતના પદકની આશા ઠગારી નીવડી છે. શરત કમલ અને મનિકા બત્રા ત્રીજી ગેમમાં પણ વર્લ્ડ નંબર 1 ચીની તાઈપેની જોડી સામે હારી ગયા છે.
Tokyo Olympics: Sai Praneeth loses to Zilberman in 1st group stage game
— ANI Digital (@ani_digital) July 24, 2021
સૌરભ ચૌધરી નિશાનેબાજીમા ફાઈનલમા પહોચ્યા
નિશાનેબાજીમાં ભારતનો એક મેડલ પાક્કો થઈ ગયો છે. સૌરભ ચૌધરી (saurabh chaudhary) એ પુરુષોના 10 મીટર એર પિસ્તોલના પિસ્તલ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહેલા સ્થાન પર રહ્યાં છે. તેમણે કુલ 586 અંક મેળવ્યા છે. તો ભારતના જ અભિષેક વર્માએ 575 અંકોની સાથે 17 મા નંબરે સ્થાન બનાવ્યું છે. સૌરભ ચૌધરીએ 6 સીરિઝમાં 95, 98, 98, 100, 98 અને 97 અંક મેળવ્યા છે.
#Tokyo2020 | 10m Air Pistol Men's event: Saurabh Chaudhary (in file photo) finishes No.1 in qualification and qualifies for the medal round, Abhishek Verma misses out. pic.twitter.com/PbEURJUlz2
— ANI (@ANI) July 24, 2021
અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ વાલારિવન બહાર
મહિલા 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત માટે આ નિરાશાજનક વાત છે કે વર્લ્ડ નંબર 1 ઈલાવેનિલ વાલારિવન અને પૂર્વ નંબર 1 અપૂર્વી ચંદેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થયા છે. 626.5 અંકો સાથે ઈલાવેનિલ વાલારિવન 16માં નંબરે રહી.
તો બીજી તરફ, ભારતીય જુડોકા સુશીલા દેવીને પણ પહેલા રાઉન્ડમાં હાર મળી છે. તેમની મેચ હંગેરીના ઈવા સેરનોવિસ્કીમાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે