ગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot

અમેરિકા (America) ના ઓલમ્પિક (Olympic) જિમનાસ્ટ શૉન જૉનસન (Shawn Johnson) પ્રેગ્નેંટ છે. તેમણે પોતાના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) સાથે સ્વિમિંગ પૂલ (Swimming Pool) માં અંડર્વોટર પ્રી ડિલિવરી ફોટોશૂટ (Underwater Pre Delivery Photoshoot) કરાવ્યું છે.

ગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot

નવી દિલ્હી: રમત ગમતની દુનિયામાં ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે જે દરેકને આશ્વર્યમાં મુકી દે છે. આવું જ કંઇક અમેરિકી પ્રાંત ટેનેસી (Tennessee) ના નાશવિલે (Nashville) શહેરમાં, જ્યારે એક સેલિબ્રિટી કપલે આવું ફોટોશૂટ (Photoshoot) કરાવ્યું છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

પાણીની અંદર પ્રી ડિલિવરી ફોટોશૂટ
અમેરિકા (America) ના ઓલમ્પિક (Olympic) જિમનાસ્ટ શૉન જૉનસન (Shawn Johnson) પ્રેગ્નેંટ છે. તેમણે પોતાના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) સાથે સ્વિમિંગ પૂલ (Swimming Pool) માં અંડરવોટર પ્રી ડિલિવરી ફોટોશૂટ (Underwater Pre Delivery Photoshoot) કરાવ્યું છે. આ દરમિયાન આ કપલે અલગ-અલગ રીતે કરતબ બતાવ્યા છે. 

બીજા બાળકની માતા બનશે શૉન
શોન જોનસન (Shawn Johnson) બીજીવાર માતા બનશે. તેની જાહેરાત તેમણે જાન્યુઆરી 2020માં કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2019ના રોજ તેમણે પોતાની પુત્રે ડ્ર્યૂ હેઝલ ઇસ્ટ (Drew Hazel East) ને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ ઓક્ટોબર 2017 માં તેમનું મિસકેરેજ (Miscarriage) થઇ ગયું છે. 

ઓલમ્પિકમાં જીત્યો હતો ગોલ્ડ
શૉન જોનસન (Shawn Johnson) એક સફળ જિમનાસ્ટ રહી ચૂકી છે. તેમણે 2008 ના બીજિંગ ઓલમ્પિકમાં એક ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. તો બીજી તરફ તેમના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) અમેરિકન ફૂટબોલ (American Football) ખેલાડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news