વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાનો પર્દાફાશ કર્યો, દુનિયાને જણાવ્યું કડવું સત્ય

પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા વનડે અને ટી20 ફોર્મેટમાં ખુબ સાધારણ થઈ ગઈ છે. પ્રસાદે વિન્ડિઝ સામે બીજી વનડેમાં મળેલી હાર બાદ ટ્વીટ કરી પોતાની નિરાશા જાહેર કરી છે. 

વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાનો પર્દાફાશ કર્યો, દુનિયાને જણાવ્યું કડવું સત્ય

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં મળેલી હાર બાદ પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયા પર નિશાન સાધ્યું છે. પ્રસાદે ટ્વીટ કરી કહ્યું કે ભારતીય ટીમનું લિમિટેડ ઓવરોમાં પ્રદર્શન ખુબ સાધારણ થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માત્ર 181 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝે છ વિકેટે જીત મેળવી સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 

ટીમ ઈન્ડિયાને મળેલી હાર પર વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરી લખ્યું- ટેસ્ટ ક્રિકેટને જો છોડી દેવામાં આવે તો ટીમ ઈન્ડિયા બાકીના બે ફોર્મેટમાં ખુબ સાધારણ જોવા મળી છે. પાછલી વનડે સિરીઝ જેમાં બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ રહી છે. 

— Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023

તેણે કહ્યું- છેલ્લા બે ટી20 વિશ્વકપથી ન તો આપણે ઈંગ્લેન્ડની જેમ એક ઉત્સાહી ટીમ અને ન ઓસ્ટ્રેલિયાની જેમ આપણે નિષ્ઠુર દેખાયા. પૈસા અને પાવર હોવા છતાં આપણે નાની-મોટી સિરીઝ જીતી ખુશી મનાવીએ છીએ, જ્યારે આપણે ચેમ્પિયન બનવાથી ખુબ દૂર થઈ ગયા છીએ. દરેક ટીમ જીતવા માટે રમે છે, ભારત પણ તેમ કરે છે પરંતુ સમયની સાથે બદલાયેલા દ્રષ્ટિકોણ અને વલણ તેના હારનું કારણ બની ગઈ.

— Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023

વિશ્વકપની તૈયારી પર ઉઠવા લાગ્યા સવાલ
આઈસીસી વનડે વિશ્વકપ આ વર્ષે ભારતમાં રમાવાનો છે. દરેક ટીમ તેની તૈયારીમાં લાગી છે. તેવામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ટીમના હાલનું પ્રદર્શન જોતા તેની તૈયારીઓ પર સવાલ ઉઠવા લાગ્યા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે વનડે મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પ્રયોગ કર્યાં છે. વિરાટ કોહલી અને રોહિત પણ બીજી વનડેમાં બહાર રહ્યાં હતા. તેને આરામ આપવામાં આવ્યો હતો. 

તો પ્રથમ વનડેમાં કોહલીએ બેટિંગ કરી નહીં. રોહિત શર્મા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે 100 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં વર્લ્ડ કપ પહેલા આ પ્રયોગ ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news