કેપ્ટન કોહલીના ભાગ્યમાં નથી કપ? IPLમા પણ ટીમને નથી બનાવી શક્યો ચેમ્પિયન

આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. તે 2 વર્ષમાં બે વાર આઈસીસીની ટૂર્નામેન્ટ ગુમાવી ચુક્યો છે. તેની આગેવાનીમાં ભારત એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. 

કેપ્ટન કોહલીના ભાગ્યમાં નથી કપ? IPLમા પણ ટીમને નથી બનાવી શક્યો ચેમ્પિયન

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપ-2019મા કોહલી સેના પાસે આશા હતી પરંતુ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ગુમાવીને આ તક પણ ગુમાવી દીધી હતી. આ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમની સફર સેમિફાઇનલમાં સમાપ્ત થઈ ગઈ છે. 

કોહલીએ 2 વર્ષમાં આઈસીસીની બે ટૂર્નામેન્ટ ગુમાવી 
વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કમાન પૂર્ણ રૂપથી 2014મા મળી હતી. એમએસ ધોનીએ ટેસ્ટ ટીમની આગેવાની છોડ્યા બાદ કોહલીને કેપ્ટનશિપની જવાબદારી મળી હતી. જાન્યુઆરી 2017મા ધોનીએ સીમિત ઓવરોના ફોર્મેટમાંથી પણ કેપ્ટન પદ છોડી દીધું હતું. ત્યારબાદ કોહલીને વનડે અને ટી20ની પણ કમાન સોંપવામાં આવી હતી. કોહલીએ પોતાની આગેવાનીમાં આઈસીસીની બે મોટી ટૂર્નામેન્ટમાં ભારતની આગેવાની કરી, પરંતુ તે એકપણ જીત અપાવી શક્યો નથી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017મા ટીમ ઈન્ડિયા ફાઇનલમાં હારી તો વિશ્વ તપ-2019મા તેણે સેમિફાઇનલમાંથી બહાર થવું પડ્યું છે. 

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2015મા કુલ 15 મેચ રમાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પાકિસ્તાને પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ફાઇનલમાં ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. આ મુકાબલામાં પાકિસ્તાને 180 રનથી જીત મેળવી હતી. આ મેચમાં કોહલી 5 રન બનાવી આઉટ થયો હતો. 

ફાઇનલ મેચ

PAK 338/4 (50)

IND 158/10 (30.3)

આઈસીસી વિશ્વ કપ-2019
આઈસીસી વિશ્વ કપ-2019મા ટીમ ઈન્ડિયાની સફર એક ડગલા પહેલા રોકાઇ ગઈ હતી. સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 18 રને પરાજય આપ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાનું ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ અહીં શાનદાર શરૂઆત કરી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે 9 મેચ રમી, જેમાં 7મા જીત અને 2મા હાર મળી. એક હાર તેને સેમિફાઇનલમાં મળી, જેના કારણે ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ગઈ હતી. 

સેમિફાઇનલ

NZ 239/8 (50.0)

IND 221-all out (49.3)

આરસીબીને પણ નથી અપાવી ટ્રોફી
વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ એકવાર પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈસીએપ)ની ટ્રોફી જીતી શક્યું નથી. આઈપીએલની 12 સિઝનમાં આરસીબીની ટીમ 3 વખત ફાઇનલમાં પહોંચી છે. છેલ્લે વિરાટ કોહલીની આગેવાનીમાં આરસીબીની ટીમ 2016મા ફાઇનલમાં પહોંચી હતી. આ મુકાબલામાં તેને હૈદરાબાદે પરાજય આપ્યો હતો. 

કોઈ ત્રિકોણીય સિરીઝ પણ નથી જીતાવી કોહલીએ
પરંતુ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ અન્ડર-19 ટીમને 2008મા વિશ્વકપ જીત્યો હતો. પરંતુ સીનિયર ટીમની આગેવાની મળ્યા બાદ તે કોઈપણ ટ્રાઇ સિરીઝમાં પણ ચેમ્પિયન કેપ્ટન નથી. વિશ્વકપ પહેલા એશિયા કપ અને નિદહાસ ટ્રોફી ભારતને રોહિત શર્માની આગેવાનીમાં મળી હતી. આ બંન્ને ટૂર્નામેન્ટમાં કોહલી ભારતીય ટીમમાં નહતો. 

ઓવરઓલ વિરાટની આગેવાની 
વિરાટ કોહલીએ 77 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 56મા જીત અને 19મા હાર મળી છે. તેમાં એક ડ્રો અને એકનું પરિણામ આવ્યું નથી. 

આઈપીએલમાં કોહલીએ 110 મેચમાં સુકાન સંભાળ્યું છે. તેમાં તેને 49મા જીત અને 55મા હાર મળી છે. 2 મુકાબલા ડ્રો અને 4 મેચનું પરિણામ આવ્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news