INDvsWI: એમસીએ સ્ટેડિયમના ટોપ સ્કોરર છે વિરાટ કોહલી, આ વખતે સદીની હેટ્રિક લગાવવાનો ચાન્સ

વિરાટ કોહલીએ એમસીએ મેદાન પર ત્રણ મેચ રમી છે. તેણે આ મેચોમાં એ સદી અને એક અર્ધસદીની મદદથી 212 રન બનાવ્યા છે.

INDvsWI: એમસીએ સ્ટેડિયમના ટોપ સ્કોરર છે વિરાટ કોહલી, આ વખતે સદીની હેટ્રિક લગાવવાનો ચાન્સ

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ શનિવાર ત્રીજી વન-ડેમાં સામસામે જોવા મળશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (એમસીએ)માં રમાવામાં આવશે. આ મેદાન પર સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ભારતીય કેપ્તાન વિરાટ કોહલીના નામે છે. જાણવા જેવી વાત એ છે કે જ્યારે શનિવારે વિરાટ કોહલી મેદાનમાં રમવા માટે ઉતરશે ત્યારે તેમની પાસે વન-ડે ક્રિકેટમાં હેટ્રિક સદી ફટકારવાનો ચાન્સ છે. વિરાટ કોહલી 2018માં વન-ડે અને ટેસ્ટ બન્ને ફોર્મેટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે.

એમસીએ સ્ટેડિયમમાં વિરાટ, ઘોનીએ રમી છે 3 મેચ
વિરાટ કોહલીએ એમસીએ મેદાન પર ત્રણ મેચ રમી છે. તેણે આ મેચોમાં એ સદી અને એક અર્ધસદીની મદદથી 212 રન બનાવ્યા છે. તે એકમાત્ર ક્રિકેટર છે, જેણે આ મેદાનમાં 200થી વધુ રન બનાવ્યા છે. આ મેદાનના ટોપ સ્કોરરની લિસ્ટમાં કેદાર જાધવ બીજા સ્થાન પર છે. તેણે આ બે મેચમાં 120 રન બનાવ્યા છે. વિરાટ અને જાધવ ઉપરાંત બીજા કોઇ બેટ્સમેને અહીંયા 100 રન પણ બનાવી શક્યો નથી. એમસીએ સ્ટેડિયમાં વિરાટ, શિખર ધવન અને એમએસ ધોનીએ ત્રણ-ત્રણ મેચ રમ્યા છે. આ ઉપરાંત બીજો કોઇ પણ બેટ્સમેન અહીંયા ત્રણ મેચ રમ્યો નથી.

અત્યાર સુધીમાં 9 બેટ્સમેને મારી છે હેટ્રિક સદી
વિરાટે વેસ્ટ ઇન્ડિઝની સામે સતત બે વન-ડેમાં સધી ફટકારી છે. હવે તેની પાસે તે 9 ખેલાડીઓની લિસ્ટમાં શામેલ થવાનો ચાન્સ છે જેમણે વન-ડે ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં સદી ફટકારી છે. આ લિસ્ટમાં શ્રીલંકાના કુમાર સંગાકાર પહેલ નંબર પર છે. તે 2015માં સતત ચાર મેચમાં સદી ફટકારી ચુક્યો છે. આ ઉપરાંત ઝહીર અબ્બાસ, સઇદ અનવર, હર્શેલ ગિબ્સ, એબી ડિવિલિયર્સ, ક્વિન્ટન ડિકોક, રોસ ટેલર, બાબર આઝમ અને જોની બેયરસ્ટો સતત ત્રણ મેચમાં સદી ફટકારી ચુક્યા છે. ઇંગ્લેન્ડના બેયરસ્ટોએ તો આ વર્ષે જ આ લિસ્ટમાં નામ દાખલ કરાવ્યું છે.

કુલદીપ પાસે રાશિદની બરાબરી કરવાનો ચાન્સ
કુલદીપ યાદવે 2018માં 16 મેચમાં 39 વિકેટ લીધી છે. તે આ વર્ષનો સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરનો ખેલાડી છે. અફગાનિસ્તાન રાશિદ ખાને 20 મેચમાં 48 વિકેટ લઇ ટોપ પર છે. ઇંગ્લેનનો આદિલ રાશિદ 24 મેચમાં 42 વિકેટ લઇ બીજા નંબર પર છે. જો કુલદીપ યાદવ વેસ્ટ ઇન્ડિઝની સામે ચાર વિકેટ ઝડપી પાડે છે તો તે આદિલ રાશિદને પાછળ છોડી બીજા નંબર પર આવી જશે.

પુણેમાં બે મેદાનો પર રમાઇ ઇન્ટરનેશનલ મેચ
પુણેમાં બે મેદાન (એમસીએ સ્ટેડિય અને નેહરુ સ્ટેડિયમ) છે, જ્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાઇ છે. એમસીએમાં 2013માં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી આ પહેલા નેહરૂ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચ રમાતી હતી. ભારતે નેહરૂ સ્ટેડિયમમાં રમાઇ ચુકેલી આઠ મેચમાંથી 5 મેચ જીતી છે. વેસ્ટે ઇન્ડિઝે નેહરૂ સ્ટેડિયમમાં એક મેચ રમી છે, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એમસીએ સ્ટેડિયમાં તેઓ પહેલી મેચ રમશે. ભારતે એમસીએ સ્ટેડિયમમાં ત્રણ મેચ રમી છે, જેમાંથી બે મેચ તેમણે જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નેહરૂ સ્ટેડિયમમાં છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2005માં રમાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news