T20 World Cup: આજે T20 માં ખતમ થઈ જશે 'વિરાટ યુગ', કોચ શાસ્ત્રીની પણ છેલ્લી મેચ

રવિવારે જેમ-જેમ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ આગળ વધતી ગઈ, ભારતીય ફેન્સના ચહેરા પર રંગ ઉતરવા લાગ્યો. અફઘાનિસ્તાનની હારથી ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. હવે આજે ભારત નામીબિયા સામે ઔપચારિકતા પૂરી કરવા ઉતરશે. 

T20 World Cup: આજે T20 માં ખતમ થઈ જશે 'વિરાટ યુગ', કોચ શાસ્ત્રીની પણ છેલ્લી મેચ

દુબઈઃ આ વિશ્વકપની અંતિમ લીગ મેચમાં આજે ભારતે નામીબિયા વિરુદ્ધ રમવાનું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર આ મેચ માત્ર ઔપચારિકતા હશે પરંતુ ભારતીય ટીમે સેમીફાઇનલમાં ન પહોંચવાની નિરાશામાંથી બહાર આવી મોટી જીત મેળવવી પડશે. પરંતુ આ મેચ વિરાટ કોહલી માટે ખુબ ખાસ થવાની છે. ટી20 કેપ્ટન તરીકે તે આજે અંતિમ મેચ રમવા ઉતરશે. 

કેપ્ટન તરીકે કોહલીની છેલ્લી મેચ
આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી હતી કે તે ટી20 ફોર્મેટની કમાન સંભાળશે નહીં. ટાઇટલની પ્રથમ દાવેદાર મનાઈ રહેલી ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં મોટો ઝટકો લાગ્યો. તેવામાં કોહલી પાસે ટી20 બાદ વનડેની કમાન પણ છીનવાય શકે છે. ભારત 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પછી 2019માં 50 ઓવર વિશ્વકપ અને હવે ટી20 વિશ્વકપ 2021માં પણ વિરાટની આગેવાનીમાં નિરાશાજનક રીતે બહાર થયું.

કોચ શાસ્ત્રીની પણ છેલ્લી મેચ
ટીમ વિરાટ કોહલીને ટી20 કેપ્ટનના રૂપમાં તેની છેલ્લી મેચમાં મોટી જીત સાથે વિદાય આપવા ઈચ્છશે. હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ સહિત અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આ ટીમ ઈન્ડિયાની સાથે છેલ્લો મુકાબલો હશે. જેથી ભારતીય ટીમનો પ્રયાસ પોતાના કેપ્ટન સહિત કોચને એક શાનદાર વિદાય આપવાનો હશે. તેવામાં ભારતીય ખેલાડીઓ તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળી શકે છે. ભારતીય ટીમ વિજય સાથે યુએઈથી વિદાય લેવા ઈચ્છશે. 

ભારતીય ટીમની સાથે નામીબિયાએ પણ આ વિશ્વકપમાં પોતાની છેલ્લી મેચ રમવાની છે. બંને ટીમોની પાસે પોતાનું આકલન કરવાની તક હશે. ખાસ કરી ભારતીય ટીમે વિશ્વકપ પૂરો થયા બાદ તત્કાલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ રમવાની છે. તેવામાં આ મુકાબલા દ્વારા ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખવામાં આવશે. સૌથી વધુ નજર હાર્દિક પંડ્યા પર રહેશે. 

નામીબિયાથી સાવધાન રહેવું પડશે
ટીમ ઈન્ડિયાની પાસે ગુમાવવા માટે કંઈ નથી. તેવામાં નામીબિયાઈ ટીમ વિરાટ એન્ડ કંપનીને ચોંકાવવામાં કોઈ કસર છોડશે નહીં. ડેવિડ વીસ, કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસ બેટથી તો રૂબેન ટ્રંપલમન અને જેજે સ્મિટ બોલથી ભારત માટે પડકાર ઉભો કરી શકે છે. વીસની પાસે લીગ રાઉન્ડ સમાપ્ત થયા બાદ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બનવાની તક હશે. બેટ્સમેનોમાં તે ટોપ પર ચાલી રહેલા બાબર આઝમથી માત્ર થોડા રન દૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news