મળો, સરેના નવા કેપ્ટનને જેમના નેતૃત્વમાં રમશે વિરાટ કોહલી

ટીમ ઇન્ડીયના કેપ્ટન વિરાટ કોહલી ઇગ્લેંડના પ્રવાસની તૈયારીઓમાં જોડાઇ ગયા છે. તેમના માટે તે જૂનમાં સરે તરફથી કાઉંટી ક્રિકેટ રમશે. આઇપીએલ 2018 બાદ વિરાટ કોહલી મેના અંતમાં ઇગ્લેંડ પહોંચવાના છે. હવે બેંગલુરૂની ટીમ આઇપીએલની આ સીઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઇ ગઇ છે 

મળો, સરેના નવા કેપ્ટનને જેમના નેતૃત્વમાં રમશે વિરાટ કોહલી

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયના કેપ્ટન વિરાટ કોહલી ઇગ્લેંડના પ્રવાસની તૈયારીઓમાં જોડાઇ ગયા છે. તેમના માટે તે જૂનમાં સરે તરફથી કાઉંટી ક્રિકેટ રમશે. આઇપીએલ 2018 બાદ વિરાટ કોહલી મેના અંતમાં ઇગ્લેંડ પહોંચવાના છે. હવે બેંગલુરૂની ટીમ આઇપીએલની આ સીઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થઇ ગઇ છે એટલા માટે વિરાટ કોહલી ઇગ્લેંડ જવાની તૈયારી માટે પુરી રીતે સ્વતંત્ર છે. જાઉંટી ક્રિકેટ રમવાના લીધે વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં નહી રમે. અફઘાનિસ્તાન ભારતના વિરૂદ્ધ બેંગલુરૂમાં 14 જૂનથી ટેસ્ટ મેચ રમવાનું શરૂ કરશે. 

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી ઇગ્લેંડમાં કાઉંટી ક્રિકેટ એક નવા કેપ્ટનની કેપ્ટનશીપમાં રમશે. સરેમાં વિરાટ કોહલીના નવા કેપ્ટન રોરી બર્ન્સ હશે. વિરાટ કોહલી કાઉંટીમાં 27 વર્ષના રોરી બર્ન્સના અંડરમાં રમશે. રોરી બર્ન્સએ 96 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 48.43ની સરેરાશથી 6548 રન બનાવ્યા છે. તેમાં 12 સદી અને 35 અર્ધસદી સામેલ છે.

ડાબોડી બેટ્સમેન રોરી બર્ન્સ 42મા ફર્સ્ટ કલાસ મેચોમાં સરેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમાં રોરી બર્ન્સ 36.31ની સરેરાશથી 1271 રન બનાવી ચૂક્યા છે. તેમાં 10 અર્ધસદી સામેલ છે.

rory burns

તસવીર: ઇંસ્ટાગ્રામ/roryjosephburns

ટીમ ઇંડીયાનો ઇગ્લેંડ પ્રવાસ
શેડ્યૂલ અનુસાર ભારતને ઇગ્લેંડના પ્રવાસ પર 3 ટી-20, 3 વનડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ઇગ્લેંડના પ્રવાસ પહેલાં ભારત આયરલેંડ વિરૂદ્ધ બે ટી-20 મેચ રમશે. આ મેચ 27 અને 29 જૂનના રોજ રમાશે. 

2018માં કાઉંટી રમનાર વિરાટ ચોથા ભારતીય
આ વર્ષે કાઉંટી ક્રિકેટ રમનાર વિરાટ કોહલી ચોથો ભારતીય છે. ચેતેશ્વર પૂજારા હાલ યોર્કશાયરની માફક રમી રહ્યો છે. જ્યારે ઇશાંત શર્મા અને વરૂણ એરોન ક્રમશ: સસેક્સ અને લેસિસ્ટરશાયરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ટીમ ઇંડીયાના કેપ્ટન વિરાટ કોહલી છઠ્ઠા ભારતીય હશે, જે સરેનું પ્રતિનિધિત્વ કરશે.

વિરાટ કોહલી પહેલાં ઝહીર ખાન પહેલા ભારતીય જે 2004માં સરે માટે રમ્યા હતા. હરભજન સિંહ (2005 અને 2007માં), અનિલ કુંબલે 2006માં, પ્રજ્ઞાન ઓઝા 2011માં અને મુરલી કાર્તિક 2012માં સરે માટે રમી ચૂક્યા છે. 2011માં ટેસ્ટ ડેમ્બ્યૂ કર્યા બાદ વિરાટ કોહલી ટેસ્ટમાં 53.40ની સરેરાશ સાથે 5554 રન બનાવી ચૂક્યા છે. તે વનડેમાં પણ 58.10ની સરેરાશ સાથે 9588 રન બનાવી ચૂક્યા છે. 

ઇગ્લેંડમાં ફ્લોપ રહી છે ટીમ ઇન્ડીયા
વિરાટ કોહલી ઇગ્લેંડમાં 2014ના પ્રવાસમાં નિષ્ફળ સાબિત થયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમને ફિફ્ટી પણ ફટકારી ન હતી. તમને જણાવી દઇએ કે 2007 બાદ ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડમાં કોઇ ટેસ્ટ સીરીઝ જીતી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં જો ટીમ ઇન્ડીયાએ ટેસ્ટ સીરીઝ જીતી તો આ ટીમ ઇન્ડીયા દ્વારા ઇગ્લેંડ 11 વર્ષ બાદ ટેસ્ટ જીત હશે. આ પહેલાં 2007માં ટીમ ઇન્ડીયાએ રાહુલ દ્વવિડના નેતૃત્વમાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. ત્યારે ટીમ ઇન્ડીયાએ આ કમાલ 21 વર્ષ બાદ કર્યો હતો. ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડમાં અત્યાર સુધી 17 ટેસ્ટ સીરીઝ રમી છે. તેમાંથી તેમને ફક્ત 3 ટેસ્ટ સીરીઝ જ જીતી છે. એક ટેસ્ટ સીરીઝ ડ્રો રહી છે. બાકી બધી સીરીઝ પર ઇગ્લેંડે પોતાનો કબજો જમાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news