વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી, સુરક્ષિત માહોલમાં રમાશે ત્રણ ટેસ્ટ

આ સિરીઝને જો બ્રિટન સરકારની મંજૂરી મળી ગઈ તો તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી શરૂઆત થશે, જે કોવિડ-19ની મહામારીને કારણે સ્થગિત છે. 

 વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી, સુરક્ષિત માહોલમાં રમાશે ત્રણ ટેસ્ટ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી દીધી છે, જેમાં તેની ટીમ જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં ત્રણ ટેસ્ટ રમશે. આ સિરીઝને જો બ્રિટન સરકારની મંજૂરી મળી ગઈ તો તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી શરૂઆત થશે, જે કોવિડ-19ની મહામારીને કારણે સ્થગિત છે. 

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે નિવેદનમાં કહ્યું, બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ પ્રસ્તાવિત ઈંગ્લેન્ડના પ્રવાસને સૈદ્ધાંતિક રૂપથી મંજૂરી આપી દીધી છે. નિવેદન અનુસાર, ક્રિકેટ વેસ્ટઈન્ડિઝે ચિકિત્સા અને ક્રિકેટ સંબંધિત પ્રતિનિધિઓ અને સલાહકારોએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ, તેના ડોક્ટરો અને સ્વાસ્થ્ય સલાહકારોની સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણ લેવામાં આવ્યો છે. 

ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે 8 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે બે સ્થળ હૈંપશાયરના એજિયાસ બાઉલ અને લંકાશાયરના ઓલ્ડ ટ્રેફર્ડનો પ્રસ્તાવ આવ્યો હતો અને બંન્નેની પાસે જ હોટલ છે. બધી મેચ દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news