રોહિત શર્માના ટેસ્ટ કેપ્ટન બનતાં જ વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન! જુઓ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચ્યું ભારત

World Test Championship Points Table 2022: સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટેસ્ટ પૂરી થયા પછી પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલનો માર્ગ મુશ્કેલ થવા લાગ્યો છે.

રોહિત શર્માના ટેસ્ટ કેપ્ટન બનતાં જ વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન! જુઓ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચ્યું ભારત

નવી દિલ્લી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર રમત બતાવતાં યજમાન ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો. બીજી ઈનિંગ્સમાં સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને માત્ર 227 રનમાં ઓલ આઉટ કરી દીધું. અને એક મોટા અંતરથી વિજય મેળવ્યો. મેચ પૂરી થયા પછી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફેરફાર થયો છે. જે ટીમ ઈન્ડિયા માટે મહત્વનો છે. આ મેચમાં જીત મેળવ્યા પછી દક્ષિણ આફ્રિકા હવે ચોથા નંબરે પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકાના કુલ 36 પોઈન્ટ છે. જ્યારે તેની જીતની ટકાવારી 40 ટકા છે. જ્યારે મેચ ગુમાવ્યા પછી ન્યૂઝીલેન્ડની ટીમ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે.

પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા નંબરે?

ટીમ ટકાવારી પોઈન્ટ જીત હાર ડ્રો સિરીઝ

શ્રીલંકા 100 24 2 0 0 1

ઓસ્ટ્રેલિયા 86.66 52 4 0 0 1

પાકિસ્તાન 75.00 36 3 1 0 2

દ.આફ્રિકા 60.00 36 3 2 0 2

ભારત 49.07 53 4 3 2 3

ન્યૂઝીલેન્ડ 38.88 28 2 3 1 3

બાંગ્લાદેશ 25,00 12 1 3 0 2

વેસ્ટ ઈન્ડિઝ 25.00 12 1 3 0 2

ઈંગ્લેન્ડ 9.25 10 1 6 2 2

પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા નંબર વન, ઈંગ્લેન્ડ છેલ્લા નંબરે:
પોઈન્ટ ટેબલમાં અત્યારે શ્રીલંકાની ટીમ નંબર વન છે. જેની જીતની ટકાવારી 100 ટકા છે. શ્રીલંકાએ હજુ સુધી એક સિરીઝમાં 2 મેચ રમી છે. અને બંને જીત્યા છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારત પાંચમા નંબરે છે. જેણે આ ચેમ્પિયનશીપમાં 3 સિરીઝ રમી છે. જેમાં ચાર ટેસ્ટમાં જીત, 3માં હાર અને 3 મેચ ડ્રો થઈ છે. ઠભારતના ત્રણ પોઈન્ટ પેનલ્ટી ઓવર્સના નામ પર પણ કપાયા છે.

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ભારત માટે મુશ્કેલ:
ભારત માટે જે પ્રમાણે અત્યારે સ્થિતિ છે તે જોતાં ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની ટિકિટ મેળવવી મુશ્કેલ થઈ જશે. કેમ કે આ વર્ષે ટીમ ઈન્ડિયાને માત્ર 3 ટેસ્ટ જ રમવાની છે. જેમાં બે મેચ શ્રીલંકા સામે અને એક મેચ ઈંગ્લેન્ડમાં છે. જે ગયા વર્ષની બાકી છે. તેના પછી આગામી વર્ષે જ ટીમ ઈન્ડિયા કેટલીક મેચ ઘરઆંગણે મેદાન પર રમશે.

કેપ્ટન બન્યા રોહિત માટે મોટો પડકાર:
રોહિત શર્મા હાલમાં જ ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. અને અત્યાર સુધી કેપ્ટન તરીકે તેણે પોતાની પહેલી મેચ પણ રમી નથી. પરંતુ તેની પહેલાં જ રોહિત સામે મોટો પડકાર આવી ગયો છે. હવે રોહિત શર્માની સામે પડકાર એ છે કે કેવી રીતે તે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધીનો રસ્તો પાર કરે છે. આઈસીસીએ જ્યારે આ ફોર્મેટ લોન્ચ કર્યું. તેના પછી પહેલી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતે જગ્યા મેળવી હતી. જોકે ભારત ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ મેચ હારી ગયું હતું અને ઈતિહાસ રચવાથી ચૂકી ગયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news