WI vs IND Test: ચેતેશ્વર પુજારા બનશે બલિનો બકરો? ટીમમાંથી બહાર કરાશે, આ 21 વર્ષનો ખેલાડી લેશે જગ્યા
India Tour Of West Indies: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં હાર બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર થવાનો છે. રિપોર્ટ પ્રમાણે ચેતેશ્વર પુજારાનું ટેસ્ટ કરિયર લગભગ ખતમ થઈ ચુક્યું છે. તેના સ્થાને 21 વર્ષના એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઈનલ રમ્યા બાદ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ એક મહિનાના બ્રેક પર છે. પાછલા સપ્તાહે લંડનના ઓવલમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે 209 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ 2021-2023 ડબ્લ્યૂસીટી ચક્રમાં ભારતના અભિયાનનો નિરાશાજનક અંત હતો, આ હારની સાથે ટીમ ઈન્ડિયાના મોટા નામો માટે રેડ એલર્ટ છે.
ઈંગ્લેન્ડમાં બૈગી ગ્રીન્સ વિરુદ્ધ હાર બાદ હવે ભારતનો આગામી મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ભારતીય ટીમ દરેક ફોર્મેટની સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોનો પ્રવાસ કરશે. જ્યાં તે યજમાન સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમશે. 12 જુલાઈથી ડોમિનિકામાં શરૂ થનાર પ્રથમ ટેસ્ટ મેચને લઈને કહેવામાં આવી રહ્યું છે કે સીનિયર બેટર ચેતેશ્વર પુજારાની હકાલપટ્ટી નક્કી છે. તેની જગ્યાએ યશસ્વી જાયસવાલ ટીમમાં રમશે.
ક્રિકેબઝ અનુસાર રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ઓપનિંગ બેટર યશસ્વી જાયસવાલ, જેણે આ વર્ષે આઈપીએલ 2023માં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, ભારતમાં પ્રથમ ટેસ્ટ કોલ મેળવવા માટે તૈયાર છે. પરંતુ બીસીસીઆઈએ હજુ આગામી સિરીઝ માટે ટીમ જાહેર કરી નથી. 21 વર્ષીય યશસ્વી ડબ્લ્યૂટીસી 2023ની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ ગયો હતો, પરંતુ તે સ્ટેન્ડબાય ખેલાડીમાં સામેલ હતો.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે મુંબઈનો આ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સ્થાન પર ટેસ્ટ ચીમમાં સામેલ થવા તૈયાર છે અને નંબર 3 પર બેટિંગ કરશે. આ નંબર પર તે ડોમેસ્ટિકમાં પણ રમે છે. સૌરાષ્ટ્રનો પુજારા આ વર્ષે સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે હવે તેની જગ્યા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે તેને બહાર કરી દેવામાં આવશે. કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમની કમાન સંભાળે તેવી સંભાવના છે.
એક સૂત્રએ જણાવ્યું- દરેક ટેસ્ટ મહત્વપૂર્ણ છે અને તેનું પરિણામ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનસિપ (ડબ્લ્યૂટીસી) પોઈન્ટ ટેબલ પર પડશે. અમે ટેસ્ટ મેચમાં પ્રયોગ ન કરી શકીએ. પુજારા સિવાય ટોપ પાંચ અન્ય બેટરોમાંથી અન્ય ચાર (રોહિત, ગિલ, કોહલી અને રહાણે) નું ડોમિનિકા અને ત્રિનિદાદમાં બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સ્થાન બનાવી રાખવું નિશ્ચિત છે. પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બે ટેસ્ટ મેચની સિરીઝમાં આરામ મળવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે