World cup 2019: વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડને પડકાર આપવા અફગાન સજ્જ
આઈસીસી વિશ્વકપ-2019માં આજે બે મુકાબલા રમાશે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
Trending Photos
ટોનટનઃ આઈસીસી વિશ્વ કપ-2019માં આજે બે મેચ રમાશે. પહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જ્યારે બીજી મેચમાં અફગાનિસ્તાનનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. ન્યૂઝીલેન્ડે પોતાની બંન્ને મેચ જીતી છે તો છુપા રૂસ્તમનો ટેગ લઈને વિશ્વકપમાં આવેલી અફગાનિસ્તાનની ટીમ પોતાની બંન્ને શરૂઆતી મેચ હારી ચુકી છે. હવે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતનું ખાતું ખોલાવવા માટે મેદાનમાં ઉતરશે.
બેટિંગ અફગાન ટીમની મોટી નબળાઇ
અફગાનિસ્તાનની બેટિંગે તેને નિરાશ કર્યાં છે. કીવી ટીમ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા તેને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમનો મહત્વનો ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાન પર ઇકરામ અલી ખિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ટીમની બેટિંગ મુખ્ય રૂપે હસમતુલ્લાહ શાહિદી, હઝરતુલ્લાહ ઝાઝઈ અને નૂર અલી જાદરાનના ખભે હશે. બોલિંગમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુઝીબ ઉર રહમાન કીવી ટીમની સ્પિન વિરુદ્ધની નબળાઇનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે.
ન્યૂઝીલેન્ડની બેટિંગ મજબૂત
જો ન્યૂઝીલેન્ડ ટીમની વાત કરીએ તો તેના માટે રોસ ટેલરનું ફોર્મમાં આવવું સારા સમાચાર છે, પરંતુ વિલિયમ્સન ઈચ્છશે કે અન્ય બેટ્સમેનો પણ મોટી ઈનિંગ રમે. બાંગ્લાદેશ વિરુદ્ધ 245 રનનો લક્ષ્ય મેળવવામાં ટીમને મુશ્કેલી પડી હતી. કીવી ટીમે સમજવું પડશે કે આ બેજવાબદારી જો અફગાનિસ્તાન વિરુદ્ધ દેખાડી તો પરિણામ બીજું આવી શકે છે.
ન્યૂઝીલેન્ડની ફાસ્ટ બોલિંગ દમદાર
ટેલર સિવાય માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમ્સ, ટોમ લાથમ પર પણ ઘણું નિર્ભર કરશે. બોલિંગની જવાબદારી ટ્રેન્ટ બોલ્ટ પર હશે. તે ટીમનો મુખ્ય બોલર છે અને ઈંગ્લેન્ડની સ્થિતિમાં ફોર્મમાં છે. બીજી તરફ મેટ હેનરી પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે