ફરીદાબાદની પ્રાઈવેટ સ્કૂલમાં આગ લાગી, સ્કૂલ સંચાલકના 2 બાળકો અને પત્નીના મોત
હરિયાણાના ફરીદાબાદમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી.
Trending Photos
ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી. આગની આ ઘટના સવારે સાત વાગ્યાની છે. આ આગની ચપેટમાં સ્કૂલની ઉપર રહેતો સંચાલકનો પરિવાર પણ આવી ગયો. જેમાં સ્કૂલ સંચાલના બે બાળકો અને પત્નીનું મોત થયું.
આજે સવારે ડબુઆના એએનડી કોન્વેન્ટ સ્કૂલની ઈમારતમાં અચાનક આગ લાગી ગઈ અને શાળાની બિલ્ડિંગની ઉપર રહેતા સ્કૂલના સંચાલકના પરિવારના બે બાળકો અને એક મહિલા આગની ચપેટમાં આવી ગયાં. સ્કૂલમાંથી ઉંચે ઉઠી રહેલા કાળા ધુમાડાને જોતા જ બૂમાબૂમ મચી ગઈ. અફડાતફડીમાં કેટલાક સ્થાનિક લોકો તેમને બચાવવા માટે દોડ્યા અને ફાયર બ્રિગેડને સૂચના આપી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું.
જુઓ LIVE TV
આગની ચપેટમાં આવેલા પરિવારને બહાર કાઢવામાં ખુબ મુશ્કેલીઓ આવી રહી હતી. ત્યારે સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બીજા માળની બારી તોડી અને સીડીના સહારે બધાને બહાર કાઢી શકાયા. પરંતુ ખુબ કોશિશ કરવા છતાં 3 લોકોને બચાવી શકાયા નહીં.
સ્તાનિક લોકોના જણાવ્યાં મુજબ આ આગ વીજળીના શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. કારણ કે વીજળીના તારોના જાળા ફેલાયેલા છે, રસ્તામાં ટ્રાન્સફોર્મર છે. અવારનવાર દુર્ઘટનાઓ ઘટતી રહે છે. પોલીસ આ મામલે હવે તપાસની વાત કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ મામલે તપાસ થઈ રહી છે અને ત્યારબાદ માલુમ પડશે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે