અમદાવાદ મેયર

શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?

લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં  અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે  નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા. 

May 29, 2020, 10:55 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી

May 5, 2020, 07:14 PM IST

જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેયરે કર્યું રૂટનું નિરિક્ષણ

અમદાવાદની પ્રસિધ્ધ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. જેને લઇને આજે શહેરના મેયર અને કોર્પોરેશના શાશકો સહિત સંબંધિત અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ. જ્યાં રથયાત્રા પૂર્વેની કરવાની થતી તમામ કામગીરીની સમિક્ષા કરી જાત માહિતી મેળવી.

Jun 26, 2019, 03:56 PM IST

રિયાલીટી ચેક: સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમે, પણ કચરો ઠેરનો ઠેર

સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. ત્યારે ઝી ચોવીસ કલાકે શહેરના કેટલાક વિસ્તારોમાં રિયાલીટી ચેક કર્યુ, જેમાં અનેક ઠેકાણે હજીપણ ગંદકી ખદબદી રહી હોવાનું જણાયુ. આ મામલે મેયર અને કમિશ્નરે સ્વીકાર્યુ કે ભલે હાલમાં છઠ્ઠો ક્રમ આવ્યો હોય, પરંતુ એએમસીનું લક્ષ્ય પ્રથમ નંબર પ્રાપ્ત કરવાનું છે અને તે માટે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Mar 7, 2019, 07:25 PM IST

AMCએ હાથ ધરી ઝુંબેશ, ભીનો અને સૂક કચરો અલગ આપવા માટે ચલાવશે મહાઅભિયાન

મેગાસીટી અમદાવાદમાં દરરોજ અંદાજે 4 હજાર ટન એટલે કે 40 હજાર કિલો ઘન કચરો એકઠો થાય છે. જેમાંથી હાલમાં એએમસી તંત્ર ફક્ત 1900  ટન કચરાનું જ પ્રોસેસ કરી શકે છે. 

Nov 26, 2018, 09:04 PM IST

નવા મેયર બિજલબેન પટેલે હોદ્દો સંભાળ્યો, ભાજપે લોકસભાની ચૂંટણીનું ગણિત સાચવી લીધું

આખરે તમામ અટકળોના અંત સાથે હેરીટેજ સિટીની સાથે સ્માર્ટસિટી બની રહેલા અમદાવાદના 34મા મેયર તરીકે જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું એવા પાલડી વોર્ડના કોર્પોરેટર બિજલબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

Jun 14, 2018, 05:24 PM IST

બિજલ પટેલ બન્યા અમદાવાદના મેયર

Bijal Patel is Ahmedabad's new mayor

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 14, 2018, 02:37 PM IST

બીજલ પટેલ બન્યા અમદાવાદના 34મા મેયર, જુઓ અન્ય પરિણામ

આજે પ્રદેશ ભાજપની એજન્ડા બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયર સહીતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

Jun 14, 2018, 11:00 AM IST