Ahmedabad municipal commissioner News

આ છે ગુજરાતમાં દર્દીઓની સ્થિતિ? સરકાર કહે છે ઇન્જેક્શન મળશે, કમિશ્નરે કહ્યું નહી મળે
Apr 20,2021, 20:08 PM IST
AHMEDABAD: વિજય નેહરા પાસે સરકારે પદ તો ખાલી કરાવ્યું પરંતુ બંગલો ખાલી ન કરાવી શકી
અમદાવાદમાં ફરી એકવાર કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે વકરતા કોરોનાને કાબુ નહી કરી શકવાનાં કથિત કારણોસર પોતાનું પદ ગુમાવનાર વિજય નેહરા (Vijay Nehra) ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્રનર (Commissioner)ને ફાળવવામાં આવતો બંગલો વિજય નેહરા (Vijay Nehra)એ હજી સુધી છોડ્યો નથી. એટલે કે પદ છોડ્યું પણ પદ સાથે મળતી સવલતો નેહરા છોડવા માટે તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્રરને આ બંગલો ફાળવવામાં આવતો હોય છે. જો કે આ બંગલો પદ છોડ્યા પછી પણ વિજય નેહરા (Vijay Nehra) છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. તેથી પદનો મોહ જેમ સરકારે (Government)  છોડાવ્યો તેમ બંગલો પણ હવે સરકાર (Government) ે જ દંડ દ્વારા છોડાવવો પડે તેવી સ્થિતી પેદા થઇ છે. 
Mar 19,2021, 16:46 PM IST
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, મ્યુ.કમિશનરે કહ્યું- 'લાખો કેસ નોંધાવવાની શક્યતા
ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એમા પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર થયા તે મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 432 થયા છે જ્યારે અમદાવાદ અને વડોદરા કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 228 થયો છે. જ્યારે 7 અને આજના 2 એમ કુલ 9 લોકોએ અત્યાર સુધીમાં અમદાવાદમાં જીવ ગુમાવ્યાં છે. જ્યારે ગુજરાતનો કોરોનાના કારણે મૃત્યુઆંક 19 થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મામલે ઉપયોગી માહિતી પૂરી પાડી. તેમણે કહ્યું કે ગઈ કાલ સવાર સુધીમાં અમદાવાદમાં 139 કેસ હતાં જ્યારે છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા. તેમણે ખાસ કહ્યું કે આવનારા દિવસોમાં સેંકડો અને હજારો કેસો નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં. અમદાવાદ અને એમાંય કોટ વિસ્તારમાંથી બહાર નીકળવું રીસ્કી છે. સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો અપીલ કરે. તેઓ ખાસ લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર શરૂ થશે. 
Apr 11,2020, 15:04 PM IST

Trending news