ભાજપના કાર્યકરો ઘરની બહાર દીવો કરીને કરશે રામનવમીની ઉજવણી

રામમંદિર ચુકાદા બાદ આ પહેલી રામ નવમી હોવાથી તેની ભવ્ય ઉજવણી થવાની હતી પરંતુ કોરોના મહામારી અને દેશ વ્યાપી લોકડાઉનના કારણે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ થયા છે.   

Updated By: Apr 1, 2020, 07:44 PM IST
ભાજપના કાર્યકરો ઘરની બહાર દીવો કરીને કરશે રામનવમીની ઉજવણી

બ્રિજેશ દોષી/અમદાવાદઃ અયોધ્યા વિવાદનો ચુકાવો આવ્યા બાદ ગુરૂવાર (2 એપ્રિલ)એ પ્રથમ રામનવમી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાનું આયોજન હતું. પરંતુ હાલ દેશ સહિત ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. જેથી ધામધૂમપૂર્વક ઉજવણી કરવી શક્ય નથી. ત્યારે હવે ભાજપ દ્વારા પોતાના તમામ કાર્યકરોને ઘરમાં રહીને રામનવમીની ઉજવણી કરવાી સૂચના આપવામાં આવી છે. ભાજપના કાર્યકરો ઘરની બહાર દીવો કરીને રામનવમીની ઉજવણી કરશે. 

ભાજપના કાર્યકરો ઘરમાં ઉજવશે રામનવમી
રામમંદિર ચુકાદા બાદ આ પહેલી રામ નવમી હોવાથી તેની ભવ્ય ઉજવણી થવાની હતી પરંતુ કોરોના મહામારી અને દેશ વ્યાપી લોકડાઉનના કારણે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ થયા છે. ત્યારે ભાજપના કાર્યકરોને ઘરમાં રહીને જ રામનવમીની ઉજવણી કરવા સૂચના અપાઇ છે. ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ ઓડિયો કોલના સંદેશથી તમામ કાર્યકરોને આવતીકાલે રામ નવમીની ઉજવણી કરવા સૂચના આપી છે. 

દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની જાહેરાત, સીએમ રાહત કોષમાં આપશે 51 લાખ   

ઘરની બહાર દીવો કરી ઉજવાશે રામનવમી
આવતી કાલે રાત્રે ઘરની બહાર દીવો કરી કાર્યકરો રામનવમીની ઉજવણી કરશે. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સ્નેહીજનો સ્વજનો સાથે પણ રામ નવમી નો સંદેશ પહોંચાડશે. આ ઉપરાંત લોકડાઉનને સફળ બનાવવા પણ કાર્યકરોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. PM Cares માં દાન આપવા માટે બુથ દીઠ લક્ષ્યાંક અપાયો છે. તમામ કાર્યકરોએ બુથ દીઠ 10 લોકો પાસે રૂ. 100 નું મિનિમમ દાન કરાવવા અપીલ કરાઈ છે. લોકોના હિતમાં કોરોના સામે લડવા આ નાણાનો ઉપયોગ થવાનો છે ત્યારે લોકભાગીદારી પર વધુ એકવાર ભાર મુકાયો છે. ભાજપના કાર્યકરો જરૂરિયાત મંદોને ભોજન તો પહોંચાડી જ રહ્યા છે. ત્યારે લોકડાઉનના આગામી દિવસોમાં આ વ્યવસ્થા સારી ચાલે તે માટે પણ તેમણે સૂચના આપી હતી. આમ આ કપરા સમયમાં પણ ભાજપના કાર્યકરો સતત પ્રજા વચ્ચે રહીને જનસંપર્ક કરીને પક્ષની વિચારધારા પહોંચાડતા રહશે.        

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર