આર્થિક સંકડામણ

જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી

જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

Jul 31, 2020, 04:40 PM IST

સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Jul 4, 2020, 06:52 PM IST

સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી

કોરોના વાયરસનાં પગલે તબક્કાવાર લગાવાયાલે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક 1.0 દ્વારા તબક્કાવાર તમામ કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ધંધા ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે પરંતુ રોજનું રળીને રોજ ખાતા લોકો આ લોકડાઉનનાં કારણે ખુબ જ કફોડી સ્થિતીમાં મુકાયા છે. રોજિંદા જીવનનું નિર્વહન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના પગલે અનેક નાના મોટા વેપારીઓ અને કામદારોએ પોતાનું જીવન ટુકાવ્યા છે. તેમાં વધારે એક નામ ઉમેરાયું છે.

Jun 5, 2020, 06:17 PM IST

હું જાઉ છું મારા પરિવારનું ધ્યાન રાખજો, કોરોનાએ પરોક્ષ રીતે વેપારીનો ભોગ લીધો

કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો. 

Jun 1, 2020, 11:35 PM IST

સુરતના ડીંડોલિ વિસ્તારમાં સ્કૂલવાન ચાલકે કરી આત્મહત્યા

વિનોદભાઈએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ડીંડોલી પોલીસે આપઘાતના મુદ્દે તપાસ શરૂ કરી છે. 
 

May 23, 2020, 09:52 AM IST

જામનગર: 5 લોકોની અંતિમ યાત્રામાં આખો સમાજ ઉમટ્યો, દરેક રસ્તે લોકોએ હાર પહેરાવી વિદાય આપી

 જામનગરમાં ગઇકાલે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. ત્યારે તમામની એકસાથે નીકળેલી પાંચેય લોકોની અંતિમયાત્રામાં વણિક સુખડિયા કંદોઇ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખડિયા જ્ઞાતિના પ્રમુખને આ અંગે સાંત્વના પાઠવી હતી. 

Jan 2, 2019, 12:17 PM IST

વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું

 જામનગરમાં આજે સનસનાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા આ ઘટના સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આર્થિક સંકડામણને કારણે પાંચ જણાને મોતને વ્હાલુ કરવું પડ્યું હતું. પણ ચોંકાવનારી વાત એ હતી કે, નીચે પરિવારની ઝેર પીધેલી લાશો પડી હતી, ત્યારે એ જ પરિવારના વૃદ્ધ ઉપરના રૂમમાં સૂતા હતા. આ બાબતથી તદ્દન અજાણ એવા વૃદ્ધ પોતાનો સુખી પરિવારનો માળો વિખેરાઈ જતા ઊંડા શોકમાં જતા રહ્યા હતા. તેમના દીકરા-વહુ, પત્ની અને બે પૌત્રોએ આત્મહત્યા કરી લીધી હતી.

Jan 1, 2019, 04:21 PM IST
Jamnagar five memer of family suicide in home PT2M9S

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતથી ચકચાર મચી

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતથી ચકચાર મચી

Jan 1, 2019, 01:45 PM IST

ચારે બાજુથી દેવામાં ભિંસાયેલા જામનગરના પરિવારની આત્મહત્યા, પલંગ પર પડી હતી 5 લાશ

 જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. દંપતી, બે બાળક અને એક વૃદ્ધાએ આર્થિક સંકડામણથી કંટાળીને મોતનુ પગલુ ભર્યું હતું. 

Jan 1, 2019, 01:20 PM IST

અમરેલીઃ દિવાળીના દિવસે જ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે દવા પી કર્યો આપઘાત

રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ત્યારે રાજ્યમાં પાક નિષ્ફળ જવાના ભયથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. 

Nov 7, 2018, 05:45 PM IST