fed up

ભાભી સાથે મજા નથી આવતી લાગતી, આજે રાત્રે તમારી પાસે આવીને એક સુંદરી સુઇ જશે તેને ખુશ કરજો...

શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે. પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો. 

Dec 3, 2021, 05:02 PM IST

પતિને પોતાની જ ભાભી સાથે હતું ઇલું-ઇલું, પત્નીને પણ એવું કરવા માટે મજબુર કરી કે આખરે...

મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઉઠ્યા નહોતા. જેના કાણે માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતા બંન્ને મૃત હાલતમાં હતા. તત્કાલ 108ને જાણ કરી હતી. જો કે 108 દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

Nov 30, 2021, 06:06 PM IST

મહેમદાબાદમાં સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ

મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કમાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત રાત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જીલ્લાના ઉમરેઠ ગામમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભીની દીકરી જલ્પાના ગત ૧૮-૦૧-૨૦૨૦ ના રોજ જ્ઞાતિના રીતિ રિવાજ પ્રમાણે ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર ૬૮માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે થયા હતા. 

Sep 24, 2021, 05:40 PM IST

સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા તબક્કાવાર હડતાળના કાર્યક્રમ, ડીઝલમાં અસહ્ય ભાવ વધારાથી વ્યથીત

છોટાઉદેપુરના ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ 300 જેટલી ત્રકોના પૈડાં આજથી થંભી ગયા છે, "જીસકા માલ ઉસકા હમાલ " દેશ વ્યાપી મુહિમ અંતર્ગત છોટાઉદેપુર ટ્રક એસોસિએશન દ્વારા  આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરી દેતા ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકોની  રોજગારી ઉપર માઠી અસર વર્તાઈ રહી છે.

Aug 1, 2021, 11:31 PM IST

SURAT માં પત્નીનાં રોમાન્સથી કંટાળેલા પતિએ ભર્યું એવું પગલું કે પોલીસ પણ...

શહેરમાં વધુ એક આડાસંબંધે હર્યો ભર્યો માળો વિખેરી નાખ્યો છે. પત્નીના આડાસંબંધથી કંટાળી પતિએ કરી દીધી પત્નીની હત્યા. અને બાદમાં આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ. પણ ચાર મહિના બાદ ખૂલી ગયો હત્યાનો ભેદ. પતિએ જ કરી દીધી ઢોર માર મારી પત્નીની હત્યા. સુરતના લિંબાયત વિસ્તારમાં દેવધ રેલવે ટ્રેક પર મળેલા અજાણી મહિલા મૃતદેહને ભેદ અંતે ઉકેલાઈ ગયો. પોલીસે જે અકસ્માતે મોતને ગુનો દાખલ કર્યો હતો તે અકસ્માત નહીં પણ હત્યા નીકળી અને હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ જ નીકળ્યો.

Apr 20, 2021, 11:05 PM IST

પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી

પતિ પત્નીના ઘર કંકાસનો ખુબ જ દુખદ અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજય શાંતિલાલ રાઠવા કાઠીયાવાડ મજુરીકામ માટે ગયા હતા. જો કે ત્યાં ગયા બાદ તેમની પત્ની રિસાઇને તેમના પિયર નસવાડી ખાતે પરત જતા રહ્યા હતા. જ્યારે તેમની પત્ની થોડા સમય બાદ રિસાઇને પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરા ખાતે જતી રહી હતી. વિજય ભાઇને બે સંતાનો છે. જેમાં મોટી દિકરી અને નાનો દિકરો સ્વરજ કુમાર છે. 

Feb 8, 2021, 09:00 AM IST

પેટ્રોલપંપ માલિકના ત્રાસથી કંટાળેલા પંચરના દુકાનદારે અગ્નિસ્નાન કરી લીધું

મેમનગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપમાં પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં મૃતકનો વાયરલ વિડીયો પણ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે. મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ  બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે.

Jan 23, 2021, 11:22 PM IST

રાજકોટ: મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી પણ હું મરવા માંગુ છું કહી યુવાનનો આપઘાત

રૈયા રોડ પર રહેતા તેજસ જયેશભાઇ ચુડાસમાએ શુક્રવારે મોડી સાંજે મોરબી રોડ પર આવેલા 120 નંબરની ફાટક પાસે ટ્રેન હેઠળ જંપલાવીને આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેજસભાઇના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. 

Dec 5, 2020, 11:40 PM IST

તેણે મને નહી મારા પૈસાને પ્રેમ કર્યો, પ્રેમિકાના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લીધી

પ્રેમિકાના કડવા બોલના કારણે પ્રેમીએ આથ્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. યુવકે મોતને વ્હાલુ કરતા પહેલા છ પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેમાં પ્રેમિકાના કડવા વચનોથી નિકાહ માટે જોરુ માંગતા હતા. જો પૈસા નહી આપે તો લગ્ન નહી કરે તેવી ધમકી પણ આપી હતી. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં આરોપીઓના મોબાઇલ નંબરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં પોતાની તમામ કહાની વર્ણવી હતી. 

Dec 5, 2020, 06:34 PM IST

બિસ્માર રોડની રજૂઆતોથી કંટાળેલા નાગરિકોએ રોડ પર આવીને રામધૂન બોલાવી

* ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓને લઇ રસ્તો રીપેરીંગ નહિ થતા ગ્રામજનો પરેશાન
* વાંદીયોલના ગ્રામજનો દ્વારા રસ્તા માટે રામધુન કરી અનોખો વિરોધ કરાયો
* છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બની ચુક્યો છે બિસ્માર
* વાઆન્દીયોલ થી ભ્રમ્હ્પુરી તરફનો ૫ કિલોમીટરનો રસ્તો બિસ્માર
* ગ્રામજનો દ્વારા રામધુન કરી તંત્રની આખો ખોલ

Oct 12, 2020, 11:51 PM IST

જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર

તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો. 

Sep 5, 2020, 04:37 PM IST

સુરત: આર્થિક સંકડામણથી કંટાળેલા પ્લમ્બરે આત્મહત્યા કરી લીધી

કોરોના વાયરસનાં પગલે તબક્કાવાર લગાવાયાલે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા અનલોક 1.0 દ્વારા તબક્કાવાર તમામ કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ધંધા ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે પરંતુ રોજનું રળીને રોજ ખાતા લોકો આ લોકડાઉનનાં કારણે ખુબ જ કફોડી સ્થિતીમાં મુકાયા છે. રોજિંદા જીવનનું નિર્વહન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના પગલે અનેક નાના મોટા વેપારીઓ અને કામદારોએ પોતાનું જીવન ટુકાવ્યા છે. તેમાં વધારે એક નામ ઉમેરાયું છે.

Jun 5, 2020, 06:17 PM IST