ઓર્ગેનિક ખેતી

જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો

  • જામનગરના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈએ સંપૂર્ણ ઓર્ગેનિક ઢબે ડ્રેગન ફ્રુટની બાગાયતી ખેતીથી માત્ર એક જ સીઝનમાં 3 લાખથી વધુનો મેળવ્યો નફો 
  • સેન્દ્રીય ખાતર અને ટપક સિંચાઇના સાધનોમાં મેળવ્યો રાજ્ય સરકારની સહાયનો લાભ અને બાગાયત ખેતી તરફ અગ્રેસર બનતું જામનગર

Aug 1, 2021, 07:43 AM IST

બેંકની નોકરી છોડી જેતપુરના યુવાને શરૂ કરી ખેતી, ઓનલાઇન માર્કેટિંગથી કરી સારી કમાણી

આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે, જેણે પોતાની જળહળતી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામના MBA થયેલા અને જૂનાગઢાં બેંકમાં ખુબજ સારી નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડી અને ખેતી કરીને ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે.

Nov 4, 2020, 05:52 PM IST

કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....

અગાઉ બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા જિજ્ઞેશભાઇએ દસ વર્ષ અગાઉ મંદી અને અન્ય મુશ્કેલીઓના સમયે કારખાનાને તિલાંજલી આપી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો

Aug 23, 2020, 09:50 AM IST

ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી

ગીર પંથકના ખેડૂતે પોતાની ખેત પદ્ધતિમાં સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગ સાથે ઉત્તમ ખેતી કરી રહ્યા છે. તો સાથે સાથે બારેમાસ કેરી આપતા આંબાના ઝાડ પણ વિકસાવ્યા છે. સપ્રાંત સમય માં ખેત પેદાશોમાં મોટા ભાગે રસાયણિક દવાઓનું પ્રમાણ મોટા ભાગે જોવા મળે છે. ખેડૂતો પણ વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવા રસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

Jul 14, 2020, 10:50 PM IST

ઋષિમુનીઓ કરતા એવી આધ્યાત્મિક શક્તિથી ગીરના જંગલમાં થાય છે ખેતી

ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરવામાં આવે છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હીલિંગની ઉર્જાથી ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે.

May 23, 2020, 03:11 PM IST
Lataben Inspiration Story PT8M14S

લતાબહેને જાત મહેનતે લખી સફળતાની કહાણી

રાજ્ય સરકારની યોજનાઓમાંથી લાભ મેળવી ખારી જમીનમાં ટામેટાની ખેતી કરી કરી છે. લતાબહેને જાત મહેનત કરી સફળતાની કહાણી લખી છે.

Mar 17, 2020, 02:30 PM IST

Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ

ખેતીને માત્ર ખેતી જ નહિ, પણ વ્યવસાયની દ્રષ્ટિ રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈ ને આપે છે. આ વાત સાબિત કરી છે નર્મદા જિલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયાએ. જેઓએ ખેતીમાંથી નીકળતા નકામા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી છે. આમ, વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે. તેઓએ સરકારની 12 પશુ યોજના હેઠળ એક તબેલો બનાવી દૂધમાંથી અઢળક કમાણી કરી છે. તેમજ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. 

Dec 13, 2019, 08:20 AM IST
Surat: Organic Farming Opens New Doors For Farmers PT6M4S

સજીવ ખેતી કરીને કોણ થયું સફળ? જુઓ 'ગામડું જાગે છે'

રાજ્યમાં ખેડૂતો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યાં છે. અવનવી ખેતીથી પોતાના નામે પુરસ્કાર કરી રહ્યાં છે આવા જ એક ખેડૂત મનહર પટેલ, જેમણે ન માત્ર ઓર્ગેનિક ખેતીની નવી રાહ ચીંધી પણ તેમણે અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી કરતાં કર્યાં છે.

Aug 30, 2019, 08:35 PM IST
Gamdu Jage Chhe: KHEDA ORGANIC FARMING PT4M28S

ગામડું જાગે છે: ખેડાના ખેડૂતની સ્પેશિયલ ઓર્ગેનિક ખેતી

દિવસેને દિવસે ખેતીમાં થઈ રહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ બિમારીઓને આમંત્રણ આપી રહ્યો છે. આવા સમયે ગુજરાતના કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યાં છે અને અનોખો સંદેશો પૂરો પાડી રહ્યા છે. મોટા મોટા તજજ્ઞો પણ આ ઓર્ગેનિક ખેતી અને ઘરગથ્થુ ઉપચાર કરવાની સલાહ આપી રહ્યાં

Jul 25, 2019, 08:05 PM IST

સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી

વર્ષો પહેલા વિદેશી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું. ખેત ઉત્પાદન વધારવા માટે વિદેશી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેને કારણે જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિદેશી ખાતર અને દવાઓની વ્યસની બની છે. 

Jun 7, 2019, 06:35 PM IST