કલ્પસર યોજના News

શું ઈતિહાસ તો નહિ બની જાય ને ખંભાતની કલ્પસર યોજના?
 ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી છે. ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ 15 વર્ષ વિતી ગયા છે!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી, પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પણ 2004 થી 2019 સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.
Mar 10,2019, 15:35 PM IST
તારીખ પે તારીખ... આખરે ક્યારે પૂરી થશે કલ્પસર યોજના?
ખંભાતના અખાતમાં ૨૯ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખ...ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ ૧૫ વર્ષ વિતી ગયા...!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પણ ઇ.સ.૨૦૦૪ થી ઇ.સ.૨૦૧૯ સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.
Mar 3,2019, 14:50 PM IST

Trending news