કેશુબાપા News

કેશુબાપાનો ગઢ ગણાતા વિસાવદરમાં સજ્જડ બંધ, જ્યારે બળવો કર્યો ત્યારે પણ મળ્યો હતો સાથ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યનું દુઃખદ નિધન થતા વિસાવદરના લોકોમાં દુઃખ સાથે ઘેરા શોક જોવા મળી રહયો છે, ત્યારે આજે પણ વિસાવદરના સ્થાનીક લોકો કેશુભાઈ પટેલને યાદ કરી તેના કરેલા કામો હંમેશા માટે યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ત્રણ વાર ધારાસભ્ય તરીકે વિસાવદરમાંથી ચૂંટાઈ આવ્યા 1095 માં પેહલીવાર વિસાવદરથી ધારાસભ્ય તરીકે જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા અને ત્યાર બાદ 1998 માં ફરી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારે બાદ 2012 માં ગુજરાત પરીવર્તન પાર્ટીની સ્થાપના કરીને ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. આજે પણ વિસાવદરમાં કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જોવા મળે છે.
Oct 29,2020, 20:06 PM IST
કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય
  ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 
Oct 29,2020, 19:50 PM IST
ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ
Oct 29,2020, 16:40 PM IST

Trending news