કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય

  ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 

Updated By: Oct 29, 2020, 07:50 PM IST
કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય

અમદાવાદ :  અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઇ પટેલ 92 વર્ષની વયે આજે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઇ પટેલનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. શ્વાસલેવામાં તકલીફ થવાના કારણે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આજે તેમને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. જો કે તેમના શિષ્ય પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જો કે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોવાનાં કારણે તેઓ ગાંધીનગર પણ જશે. વડાપ્રધાન મોદી સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ ગાંધીનગર જશે. જ્યાં કેશુભાઇના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવશે. PM મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા હોવાથી અમદાવાદમાં સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. 

પીએમ મોદીએ કેશુબાપાના નિધન અંગે જણાવ્યું કે, અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે. હું ખુબ જ દુખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉત્તમ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીના સશક્તિકરણ માટે સમર્પિત હતું. કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબુત કરવા ગુજરાતના ખુણે ખુણાનો પ્રવાસ કર્યો. તેને કટોકટીની પુરી હિંમત અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. ખેડૂતોના સાચા અર્થમાં તેઓ નેતા હતા. 

 

ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ

અંતિમ યાત્રા વાહન સેક્ટર 30 ખાતે જવા માટે રવાના
અંતિમ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતનાં મોટા ભાગનું મંત્રીમંડળ જોડાયું છે. તેઓ સ્મશાન યાત્રા સુધી અંતિમયાત્રા વાહીની સાથે જઇ રહ્યા છે. બીજી તરફ સ્મશાનની બહાર ગાર્ડ ઓફ ઓનરની તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેના પગલે પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. 

સુરત: વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના 2 બિસ્કીટનું ફુલેકુ ફેરવી ફરાર

- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ સેક્ટર 30 માં તૈયારીઓ પૂરજોશમાં 
- સ્મશાનગૃહમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
- અંતિમ સંસ્કાર લાકડા થકી કે ગેસ થકી થશે તે અંગે પરિવાર દ્વારા કોઇ નિર્ણય નહી.
- સી આર પાટીલ નિવાસ સ્થાને પહોંચ્યા અને કેશુબાપાને શ્રદ્ધાંજલી અર્પિત કરી
- ગોરધન ઝડફીયાએ શ્રધ્ધાંજલી અર્પણ કરી
- ભીખુભાઇ દલસાણીયા શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્વામીએ અંતિમ દર્શન કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
- આરસી ફળદુ, જયદ્રથ સિંહ પરમાર અને બાબુ જમના પટેલ પણ નિવાસ સ્થાને પહોંચ્યા અને શ્રદ્ધાંજલી અર્પિત કરી
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા  પરેશભાઈ ધાનાણી
- હાર્દિક પટેલે દંડવત થઇને કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવી
- પ્રવીણ તોગડીયાએ અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી પાઠવી
- ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ કેશુબાપાના દર્શન કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને આરએસએસના વરિષ્ઠ નેતા અને પ્રચારક સંજય જોશીએ ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી
- ઋત્વીજ પટેલ દ્વારા કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. 
- પી.કે લહેરી દ્વારા શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
- મનસુખ માંડવીયાએ કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવી હતી
- કૌશીક પટેલ દ્વારા પણ કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી
- અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તેમને શ્રદ્ધાંજલી પાઠવાઇ
- આઇપીએસ હસમુખ પટેલે  અંતિમ દરશમ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
- જીસીસીઆઇના પુર્વ પ્રમુખ દુર્ગેશ બુચે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની શ્રદ્ધાંજલિ
- પ્રદેશ ભાજપ દ્વારા આજની તમામ બેઠકો અને ચૂંટણી પ્રચાર માટે ની સભાઓ રદ કરવાનો નિર્ણય લીધો
- અલ્પેશ ઠાકોર ની કેશુબાપા ને  શ્રધ્ધાંજલી.
- હર્ષદ રિબડિયા એ કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી
- ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ શ્રદ્ધાંજલી પાઠવી
- સાંસદ પરષોત્તમ રૂપાલાએ આપી શ્રદ્ધાંજલી
- રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલી આપી

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની અંતિમ યાત્રા શરૂ, સીએમ સહિત અનેક નેતાઓ હાજર

વડાપ્રધાન મોદી કાલે સીધા જ કેશુબાપાને શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચશે
ગુજરાતના રાજકારણમાં ભિષ્મપિતામહ ગણાતા કેશુભાઇ પટેલનાં નિધનથી ગુજરાતનાં રાજકારણને મોટી ખોટ પડી છે. તેમના નિધનના કારણે તમામ પક્ષોમાં શોકની લાગણી પ્રસરી છે. તેવામાં કેશુબાપાના શિષ્ય ગણાતા અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે તેમના નિવાસ સ્થાને પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવવાનાં હતા. જો કે કેશુબાપાના આકસ્મિક અવસાનનાં કારણે PM ના પ્રવાસમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. કાલે તેઓ કેવડિયાના બદલે સીધા જ કેશુબાપાના નિવાસ સ્થાને પહોંચશે. 

2 ગુંડાઓને પડકારવાની હિંમત કેશુભાઈની રાજકીય કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની

ગુજરાતમાં એક દિવસનો શોક જાહેર
કેશુબાપાના નિધન અંગે માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રી સહિતનાં તમામ રાજકારણીઓ દ્વારા પોતાની યાત્રા અને કાર્યક્રમો ટુંકાવીને સીધા જ ગાંધીનગર પહોંચી રહ્યા છે. તેવામાં કેશુબાપાનાં અવસાનના પગલે એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય સહિત તમામ સ્થળો પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube