પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની અંતિમ યાત્રા શરૂ, સીએમ સહિત અનેક નેતાઓ હાજર
Trending Photos
- સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30ના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
- પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે તેમના આ પ્રવાસમાં ફેરફાર થાય તેવી શક્યતા છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
પીએમ મોદી કેશુબાપાને મુરબ્બી અન બાપા તરીકેનું સન્માન આપતા
પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે તેમના આ પ્રવાસમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવવા સીધા જ તેમના પરિવારને મળવા પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો સુધી સાથે કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાયમ કેશુભાઈ પટેલને મુરબ્બી અને બાપા તરીકે સન્માન આપતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાતમાં કેશુભાઈ પટેલના પરિવારને મળવા પહોંચે તેવું લાગી રહ્યું છે. જેથી તેમનુ શિડ્યુલ પણ બદલાઈ શકે છે.
ગાંધીનગર આવવા નીકળ્યા વિજય રૂપાણી
આજે સાંજે 5 કલાકે ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાન ગૃહમાં કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરાશે. ત્યારે તેમનાં બહેન શારદાબેન પટેલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવીને ગાંધીનગર આવવા રવાના થયા છે. તેઓ ગાંધીનગર આવીને સીધા જ કેશુભાઈના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારે મુખ્યમંત્રીએ કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી છે. જેના બાદ રાજકીય શોક જાહેર કરવામાં આવશે. જેથી મંત્રીમંડળના તમામ સદસ્યો ગાંધીનગરમાં તાકીદે કેબિનેટ બેઠકમાં હાજરી આપવા ગાંધીનગર તરફ રવાના થયા હોવાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પ્રવાસ ટૂંકાવ્યો
આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે. જેમાં સદગત કેશુભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરાયો છે તે અંગે ચર્ચા કરાશે. તો બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા માટે રવાના થયા છે. સીઆર પાટીલ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અંતિમ દર્શન કરશે. તેઓ અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે