કોરોના દર્દીનું મોત

ચાંદખેડાની હોસ્પિટલમાં તોડફોડ મામલે 15 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ

મંગળવારે રાતે અમિતનું મોત નિપજતાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કરી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવતા હોોસ્પિટલમાં નુકસાન થયું હતું. 

Dec 2, 2020, 09:39 PM IST

રાજસ્થાનના કોરોના દર્દીના મૃતદેહને અમદાવાદની હોસ્પિટલમાંથી બારોબર લઈ ગયા પરિવારજનો

દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંભીર અને ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવે છે. હજી પણ લોકોની આંખ ઉઘડતી નથી. આવી જ એક ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં કોરોનાગ્રસ્ત પિતાને પુત્ર હોસ્પિટલમાંથી બારોબાર ઘરે લઈ જતા નોડલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવી પડી છે. 

Oct 6, 2020, 01:41 PM IST

ભાવનગરની ક્રિષ્ના હોસ્પિટલનું ભોપાળું, કિંમતી રેમડેસીવીર ઈન્જેક્શન બીજા દર્દીને આપી દીધું

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોના દર્દીના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લાવી અન્ય દર્દીઓને આપી દેવામાં આવ્યા હતા. જ્યારે ખરેખર જે દર્દીના નામે ઇન્જેક્શન લાવ્યા હતા, તે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી ત્યારે તેને ઇન્જેક્શન ન મળતાં તેનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે પરિવારજનોએ કર્યો છે. ત્યારે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં આ મામલે હોબાળો મચાવી દીધો હતો. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા કમિટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Aug 4, 2020, 10:44 AM IST

વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર પરિવારનો હૂમલો, 10 સામે ફરિયાદ દાખલ

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Aug 1, 2020, 03:59 PM IST