વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર પરિવારનો હૂમલો, 10 સામે ફરિયાદ દાખલ

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Updated By: Aug 1, 2020, 03:59 PM IST
વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર પરિવારનો હૂમલો, 10 સામે ફરિયાદ દાખલ

વેરાવળ : વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વેરાવળની કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રોષે ભરાયેલા પરિવારજનો સહિત લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘુસી આવ્યા હતા. ડો આકાશ શાહ પર હુમલો કર્યો હતો. આ સાથે જ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. 

ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...

આ ઘટનાને પગલે ડોક્ટર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદનાં પગલે પોલીસ દ્વારા 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન, ફરજમાં રૂકાવટ જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર