કોરોના વેક્સિન

Coronavirus India News: કોરોનાથી ભારતમાં મૃત્યુઆંક ઘટ્યો, રિકવરી રેટ 92 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેટલાક રાજ્યોમાં ઓક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં પોઝિટિવ કેસ વધ્યા છે. મણિપુરમાં 2000થી વધીને 3500, દિલ્હીમાં 26000થી 33000, કેરલમાં 77000થી 86000 અને પશ્ચિમ બંગાળમાં 26000થી વધીને 36000 થયા છે. 
 

Nov 3, 2020, 05:33 PM IST

Covid-19 Vaccine : જલદી લોન્ચ થઈ શકે છે કોરોના વેક્સિન, મોર્ડના ઇંકે આપ્યો મોટો સંકેત

કેમ્બ્રિજ, મૈસાચુસેટ્સ આધારિત કંપનીએ અમેરિકી સરકાર અને ઘણા અન્ય દેશોની સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા છે અને વેક્સિનના પુરવઠો માટે એક ડબ્લ્યૂએચઓના નેતૃત્વ વાળા સમૂહની સાથે વાતચીત ચાલી રહી છે. 

Oct 29, 2020, 07:38 PM IST

રશિયાની Coronavirus Vaccineની 85% લોકો પર કોઈ આડઅસર નહીં

Russia Coronavirus Vaccine: કોરોના વાયરસ વેક્સિન  Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. 

Oct 27, 2020, 04:27 PM IST

આધારકાર્ડ ન હોય તો સાવધાન! જો આધારકાર્ડ નહી હોય તો નહી મળે Coronavirus ની વેક્સીન !

કોરોનાને કારણે હાલ સમગ્ર રાષ્ટ્રમાં હાહાકાર મચી રહ્યો છે. લોકો કોરોનાને કારણે સ્થિતી વિકટ બની રહી છે. લોકો હાલ તો વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. અલગ અલગ દેશની સરકાર કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. તેવામાં ભારત સરકાર દ્વારા પણ કોરોનાની રસી જો આવે તો કઇ રીતે આપવામાં આવશે તે અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જો રસી આવે તો સૌથી પહેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવામાં આવશે. 

Oct 23, 2020, 03:56 PM IST

તમિલનાડુમાં પણ બધા લોકોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સિન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી (K Palaniswami)એ જાહેરાત કરી છે કે જ્યારે પણ કોવિડ-19ની વેક્સિન તૈયાર થઈ જશે તો રાજ્યના બધા લોકોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

Oct 22, 2020, 06:25 PM IST

બિહારમાં ફ્રી કોરોના વેક્સિનનો મામલો ચૂંટણી પંચ પહોંચ્યો, ભાજપ વિરુદ્ધ ફરિયાદ

બિહાર ચૂંટણી માટે જારી વિઝન ડોક્યૂમેન્ટમાં ભાજપે ફ્રી કોરોના વેક્સિન આપવાનું વચન આપ્યું તો તમામ રાજકીય પક્ષો તેનો વિરોધ કરવા લાગ્યા. હવે આ વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. તેના વિરુદ્ધ પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
 

Oct 22, 2020, 05:41 PM IST

બિહારમાં ફ્રી વેક્સિન... BJP પર રાહુલનો કટાક્ષ, તમારા રાજ્યોમાં ચૂંટણીની તારીખ જોઈ લો

Free Covid vaccine for all Biharis: રાહુલ ગાંધીએ બિહારના લોકોને ફ્રી કોરોના વેક્સિન આપવાના ભાજપના ચૂંટણી વાયદા બાદ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, સરકારે વેક્સિન વિતરણની રણનીતિની જાહેરાત કરી દીધી છે. 

Oct 22, 2020, 05:20 PM IST

ચીને આપ્યો 'દોસ્ત' બાંગ્લાદેશને મોટો ઝટકો, પોતાની કોરોના વેક્સિનની ટ્રાયલ માટે માગ્યા પૈસા

China Bangladesh Relations: બાંગ્લાદેશે અમેરિકાની સાથે ઓપન સ્કાઈ સંધિ કરવાની સાથે ચીને પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાંગ્લાદેશની સાથે રણનીતિક ભાગીદારીને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાની વાત કરી રહ્યાં હતા.
 

Oct 7, 2020, 05:03 PM IST

બ્રિટનમાં ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની વેક્સિન, 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ

બ્રિટિશ સરકારે વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું અનુમાન છે કે છ મહિનાની અંદર પ્રત્યેક વયસ્કને વેક્સિન મળી શકે છે.

Oct 3, 2020, 11:02 PM IST

Corona Update: રાજ્યમાં નવા 1390 કેસ, 11 લોકોના મૃત્યુ, 1372 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 1 લાખ 17 હજાર 231 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકા છે. 

Sep 30, 2020, 07:13 PM IST

COVID Vaccine: દેશમાં વેક્સિનની જાણકારી માટે પોર્ટલ થયું લોન્ચ, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યું ઉદ્ઘાટન

આ પોર્ટલ પર ભારતમાં વેક્સિન વિકાસ સંબંધિત બધી સૂચનાઓ ઉપલબ્ધ રહેશે. આઈસીએમઆર (ICMR) વેક્સિન પોર્ટલને સોમવારે જાહેર કરવામાં આવશે. 
 

Sep 28, 2020, 04:18 PM IST

દુબઈ અને યૂકેના યાત્રિકોથી ભારતમાં ફેલાયો કોરોના, IITના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો

COVID-19 Came To India Mainly From Two Countries:ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડીના અભ્યાસમાં ખુલાસો થયો છે કે દુબઈ અને યૂકેના યાત્રિકો ભારતમાં કોરોના લાવવાના પ્રાથમિક સ્ત્રોત હતા. આ અભ્યાસ જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રકાશિત થયો છે. 

Sep 27, 2020, 07:07 PM IST

દેશમાં કોરોનાના મોર્ચા પર લાંબા સમય બાદ આવ્યા સારા સમાચાર, તમે પણ જાણી લો

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. 
 

Sep 27, 2020, 04:44 PM IST

જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન Coronaની રસી બનાવવાની ખુબજ નજીક, જાણો શું છે પ્રોગ્રેસ

અમેરિકાની દવા નિર્માતા જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન (johnson and johnson)એ બુધવારના કોવિડ-19 વેક્સિન (covid-19 vaccine)ના ત્રિજા તબક્કાના ટ્રાયલની શરૂઆતની જાહેરાત કરી છે. કંપનીના આ પગલાંથી આ વર્ષના અંત સુધીમાં વેક્સિન લોન્ચ થવાની આશા છે

Sep 25, 2020, 03:49 PM IST

કોરોના વાયરસની સારવારમાં વૈજ્ઞાનિકોને 'મહત્વપૂર્ણ સફળતા', તૈયાર કરવામાં આવી નવી દવા

નવા શોધવામાં આવેલા મોલેક્યૂલથી વૈજ્ઞાનિકોએ Ab8 દવા તૈયાર કરી છે. હકીકતમાં આ મોલેક્યૂલ એન્ટીબોડીનો ભાગ છે. આ સામાન્ય આકારના એન્ટીબોડીથી 10 ગણો નાનો છે.

Sep 15, 2020, 04:05 PM IST

મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું ક્યારથી મળશે કોરોનાની વેક્સિન

કોરોના વાયરસ (Coronavirus) સામે વેક્સિન (Vaccine) આવતા વર્ષ (2021)ની શરૂઆતમાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન (Harsh Vardhan)એ રવિવારે કહ્યું, જોકે હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પણ વેક્સિન 2021ની શરૂઆતમાં તૈયાર થઈ જશે.

Sep 13, 2020, 08:17 PM IST

Malaika Aroraએ વેક્સિન બનાવવાની કરી ભલામણ, કહ્યું- 'બાકી જવાની નિકળી જશે'

કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોડલ અને અભિનેત્રી મલાઈકા અરોડાએ રસપ્રદ અંદાજમાં કોરોનાની વેક્સિન બનાવવાી ભલામણ કરી છે. 

Sep 13, 2020, 06:20 PM IST

Good News: ભારતમાં તૈયાર કોરોનાની દવા? પ્રાણીઓ પર વેક્સિનનું ટેસ્ટિંગ સફળ

એક ખતરનાક વાયરસે સમગ્ર દુનિયામાં તાંડવ મચાવ્યો છે. આ સમયે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો છે. જેથી તમામ લોકો પરેશાન છે. 24 કલાકમાં લગભગ 1 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં કોરોનાનો તોડ કોઈ શોધી શક્યું નથી. આ વચ્ચે કોરોના વેક્સિન સાથે સંબંધિત એક સૌથી મોટી જાણકારી સામે આવી છે.

Sep 12, 2020, 03:33 PM IST

કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, હવે માત્ર આટલા રૂપિયામાં મળશે રેમડેસિવિર ઇન્જેક્શન

ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડીલાએ રેમડેક નામનું ઇન્જેક્શન બનાવ્યું છે. જે કોરોનાના દર્દીઓને મદદરૂપ સાબિત થવાનું છે. 
 

Aug 13, 2020, 07:47 PM IST

COVID-19 Vaccine: મુંબઈ અને પુણેના 5,000 લોકોથી શરૂ થશે કોરોના વેક્સિનની ટ્રાયલ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનની ભારતમાં જલદી ટ્રાયલ શરૂ થવાની છે. ઓગસ્ટના અંતમાં થનાર આ વેક્સિનના માનવ પરીક્ષણ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટથી 4 હજારથી 5 હજાર વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે. 
 

Jul 23, 2020, 03:31 PM IST