ચીનનો વિરોધ

'બોયકોટ ચાઈના' અભિયાન વચ્ચે ચીનની સરકારી બેન્કે ખરીદી ICICI બેન્કમાં ભાગીદારી

ચીનની કેન્દ્રીય બેન્ક ભારત જેવા બીજા દેશોમાં રોકાણ વધારી રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધુ કર્યું હતું. ત્યારે વિવાદ થયો હતો. 
 

Aug 18, 2020, 01:11 PM IST

ચીનનું સમર્થન કરી પોતાના દેશમાં ઘેરાયા ઇમરાન ખાન, વિદેશ વિભાગે આપી ચેતવણી

પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું છોડતું નથી તો તેણે વૈશ્વિક સ્તર અલગ થવાનો સામનો કરવો પડશે. 

Jul 4, 2020, 10:04 PM IST

અમેરિકામાં બાયકોટ ચાઇનાના નારા, ટાઇમ્સ સ્ક્વેર પર ડ્રેગન વિરુદ્ધ મોટુ પ્રદર્શન

ચીનની આક્રમકતા અને વિસ્તારવાદી નીતિઓથી પરેશાન લોકો હવે વિશ્વભરમાં રસ્તા પર ઉતરી રહ્યાં છે. ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવર પર ભારતીય અમેરિકી, તિબેટિયન અને તાઇવાની નાગરિકોએ ચીનની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન લોકો બાયકોટ ચાઇના અને સ્ટોપ ચાઇનીઝ એબ્યૂઝ જેવા પોસ્ટર સાથે જોવા મળ્યા હતા.
 

Jul 4, 2020, 05:58 PM IST

ચીનના પેટમાં તેલ રેડાય તેવું કામ ભારત અને જાપાને સાથે મળીને કર્યું

મોદી સરકારને વધુ એક સફળતા મળી છે. જાપાન (Japan) હવે ચીનની વિરુદ્ધ ભારતીય સેનાની સાથે સિક્રેટ ડીલ માટે તૈયાર થઈ ગયું છે. તેણે ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર માટે પોતાની કાયદા વ્યવસ્થા માટે બદલાવ કર્યો છે. આ ચેન્જિસ સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ (Defence Intelligence) કરાર કરશે. જાપાનના સિક્રેટ કાયદાના દાયરામાં આ વિસ્તાર ગત એક મહિનાથી આવ્યો છે. આ પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકાની સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર કરતું હતું. પરંતુ હવે આ લિસ્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને સામેલ કરવામાં આવ્યું છે. 

Jul 4, 2020, 08:54 AM IST

ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા રાજકોટના ઉદ્યોગપતિઓ તૈયાર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદી વિવાદ બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખ પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 11 ઉદ્યોગોના 50 થી વધુ એસોસિએશનના હોદેદારો સાથે મળીને ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા કેવી રીતે કરવી તે અંગે બેઠક મળી હતી.

Jul 3, 2020, 02:23 PM IST

CAITએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું લાંબુ લિસ્ટ બનાવ્યું, દેશી માસ્ક અને ચાના કપ બનાવ્યા

ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં ચીનનો વિરોધ થયો છે. આવામાં ભારતમાં પણ ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કા કરવાની માંગ ઉઠી હતી. તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા પર ભાવ મૂકાયો છે. આવામાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે માસ્ક અને ચાના કપ બનાવ્યા છે. ચીનના ભારત વિરોધી વલણને જોતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ પગલું લીધું છે. ‘ભારતીય ચીજો અમારું ગૌરવ’ ટાઈટલ હેઠળ સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં ૪૦ હજારથી વધુ વેપારી સંસ્થાઓ અને ૭ કરોડથી વધુ વેપારીઓ જોડાશે.

Jun 11, 2020, 01:49 PM IST