જન્મ દિવસની ઉજવણી News

સુર્યપુત્રી અને સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ, આ રીતે કરાઇ ઉજવણી
અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી તાપીમાતાનો જન્મદિવસ છે. સુરતની જીવાદોરી સમાન તાપી માતાની જન્મદિવસ નિમિતે વહેલી સવારથી જ ભક્તો તાપી કિનારે પહોચ્યા હતા. માતાજીને ચુંદણી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. અને ભક્તોએ કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના કરી હતી. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે. જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે. તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે. 
Jul 16,2021, 19:24 PM IST
સી.આર પાટીલના પુત્રના જન્મ દિવસની ઉજવણીના નામે જાહેરમાં તાયફો, તમામ નિયમોના ધજાગરા
Apr 4,2021, 18:33 PM IST

Trending news