મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન 

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)  તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. 

Updated By: Oct 27, 2020, 03:03 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)  તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. 

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક BECA સહિત 5 કરાર પર થયા હસ્તાક્ષર

જમ્મુ અને કાસ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના જણાવ્યાં મુજબ અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડ્રસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, આથી ઈન્ડસ્ટ્રીયલ લેન્ડમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત ત્યાંના રહીશો જ જમીનની લે વેચ કરી શકતા હતા. પરંતુ હવે બહારથી આવનારા લોકો પણ ત્યાં જમીન ખરીદીને પોતાનું કામ શરૂ કરી શકે છે.  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ અને કાશમીર પુર્નગઠન અધિનિયમ હેઠળ લીધો છે. જે મુજબ કોઈ પણ ભારતીય હવે જમ્મુ અને કાશ્મીરમાં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીન લઈ શકે છે. આ માટે કોઈ પણ પ્રકારનો સ્થાનિક રહીશ હોવાનો પુરાવો આપવાની પણ જરૂર રહેશે નહીં. 

નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને ગત વર્ષે 5મી ઓગસ્ટે 370ની કલમમાંથી મુક્ત કરાયું હતું. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવાના જ્યારે 4 દિવસ બાકી છે ત્યારે જમીન કાયદામાં ફેરફાર કરાયો છે. 

હાથરસ કેસ: HC કરશે CBI તપાસની નિગરાણી, રિપોર્ટ બાદ કેસ ટ્રાન્સફર પર નિર્ણય-સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકારના આ નિર્ણય પર નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના જમીન માલિકીના કાયદામાં કરવામાં આવેલું સંશોધન અસ્વીકાર્ય છે. હવે જમ્મુ અને કાશ્મીર સેલ માટે તૈયાર છે. નાના જમીન માલિકાઓએ તેની કિંમત ચૂકવવી પડશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube