J&K: સુરક્ષાદળોએ LeT ના 3 આતંકીને દબોચ્યા, સામે આવી અત્યંત ચોંકાવનારી વાત

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો આકરા પાણીએ છે. સુરક્ષાદળોની કડકાઈના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આતંકીઓ પાસે હવે હથિયારોની પણ અછત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ કાશ્મીરમાં હાજર આતંકીઓ માટે હથિયાર ઉપલબ્ધ કરાવવા અનેક પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે જેને સુરક્ષાદળો નિષ્ફળ બનાવે છે. કાશ્મીર ખીણમાં ડ્રોન દ્વારા હથિયાર પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. આ સિલસિલામાં 3 શંકાસ્પદોની ધરપકડ થઈ છે. 

J&K: સુરક્ષાદળોએ LeT ના 3 આતંકીને દબોચ્યા, સામે આવી અત્યંત ચોંકાવનારી વાત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો આકરા પાણીએ છે. સુરક્ષાદળોની કડકાઈના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આતંકીઓ પાસે હવે હથિયારોની પણ અછત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ કાશ્મીરમાં હાજર આતંકીઓ માટે હથિયાર ઉપલબ્ધ કરાવવા અનેક પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે જેને સુરક્ષાદળો નિષ્ફળ બનાવે છે. કાશ્મીર ખીણમાં ડ્રોન દ્વારા હથિયાર પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. આ સિલસિલામાં 3 શંકાસ્પદોની ધરપકડ થઈ છે. 

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી સુરક્ષાદળોએ લશ્કર એ તૈયબાના 3 શંકાસ્પદો આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ મળી આવ્યા છે. જે તેમને ડ્રોન દ્વારા મળ્યા હતાં. ત્રણેય દક્ષિણ કાશ્મીરના  પુલવામા જિલ્લાના છે અને તેમની ઓળખ રાહિલ બશીર, આમિર ખાન અને હાફિઝ યુનિસ વાની તરીકે થઈ છે. 

હથિયાર મળી આવ્યા
પોલીસે જણાવ્યું કે આ આતંકીઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલાયેલા હથિયારો લેવા માટે રાજૌરી ગયા હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના છે. મળી આવેલા હથિયારોમાંથી બે એ કે 56 રાયફલો, 180 રાઉન્ડની સાથે 6 એકે-મેગેઝીન, બે  ચીની પિસ્તોલ, 30 રાઉન્ડ સાથે 3 પિસ્તોલ મેગેઝીન, ચાર ગ્રેનેડ સામેલ છે. આ સાથે જ એક લાખ રૂપિયા કેશ પણ મળી આવ્યા છે. 

પોલીસે જણાવ્યું કે આ હથિયાર ડ્રોન દ્વારા શુક્રવારે રાતે મોકલાયા હતાં. શંકાસ્પદો પાસેથી એક લાખ રૂપિયા કેશ પણ જપ્ત કરાયા છે. ડ્રોનથી હથિયારો પહોંચાડવાની આ ઘટના બાદ પાકિસ્તાન સાથેની સરહદે તૈનાત સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને અલર્ટ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) September 19, 2020

એક ટોચના અધિકારીએ જણાવ્યું કે હાલના દિવસોમાં આ પ્રકારની 8 ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી છે. કઠુઆમાં એક ડ્રોનને બીએસએફએ તોડી પાડ્યુ હતું. જવાહર સુરંગ પાસે 3 ડ્રોન તોડ્યા હતાં. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં ગતિ આવી છે એટલે કાશ્મીર ખીણમાં આતંકીઓ પાસે હવે હથિયારોની અછત જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news