ઝી ન્યૂઝ ગુજરાતી 2 News

ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 
May 5,2020, 14:43 PM IST

Trending news