ડાયમંડ

Corona effect surat diamond market PT1M49S

કોરોના વાયરસની સુરત ડાયમંડ માર્કેટ પર અસર

કોરોના વાયરસની સુરત ડાયમંડ માર્કેટ પર અસર

Mar 14, 2020, 03:00 PM IST
3 Crore Diamond Theft In Surat PT3M46S

સુરતમાં 3 કરોડના ડાયમંડની ચોરી, પોલીસ પહોંચી ઘટના સ્થળે

સુરતના કતારગામે આવેલી HVK ડાયમંડની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. રૂપિયા 3 કરોડની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ પોલીસ અને ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 17, 2020, 08:50 PM IST
Surat Jewelry Designer Designs Unique Diamond PT5M

સુરતના જ્વેલેરી ડિઝાઇનરે બનાવ્યો અનોખો ડાયમંડ, જુઓ Video

સુરત શહેરના યુવકની ડાયમંડ પર અનોખી કળા જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો..કારણ કે યુવકે રીઅલ ડાયમંડને ભારતના મેપનો આકાર આપીને અંદર વડાપ્રધાનની આકૃતિ બનાવી છે. આટલું જ નહીં માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી અને આ ખાસ ડાયમન્ડ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભેટમાં આપવા માંગે છે.

Jan 11, 2020, 05:10 PM IST

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, જીએસટી દરોમાં સરકાર કરશે ઘટાડો: નીતિન પટેલ

હિરા ઉદ્યોગ માટે રાહતના સમાચારએ સામે આવ્યા છે કે જે જી.એસ.ટી લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવ્યા બાદ આખરે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના પક્ષમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે હીરા ઉદ્યોગ સાથે ઉપેક્ષિત વર્તન કરવામાં આવતું હતું. જે બાદ આખરે હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 
 

Oct 14, 2019, 09:45 PM IST

રાતોરાત રસ્તા પર આવી ગયા સુરતના 2000 રત્ન કલાકારો, મંદીનું કારણ ધરી રજા આપી દેવાઈ

ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમા સુરતમાં 2 હજારથી વધુ રત્ન કલાકારોને મંદીના કારણે છુટ્ટા કરી દેવામા આવતા તેઓ રસ્તા પર આવી ગયા છે. એક દિવસ અગાઉ જ કતારગામ સ્થિત ગોધાણી ઇમ્પેક્સ દ્વારા 350થી વધુ રત્ન કલાકારોને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામા આવ્યા હતા. કંપનીમાં માલ ન હોઈ તેમજ મંદી ચાલતી હોવાનું કારણ આગળ ધરી રત્ન કલાકારોને રજા આપી દેવામાં આવી હતી. હાલ એવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે કે, આ તમામ રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. 

Sep 3, 2019, 03:58 PM IST

અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ

બેંકો દ્વારા મધ્યમ અને લધુ ઉદ્યોગોને લોન આપવામાં ઉનાકાની કરતાં એમએસએમઇ ઉદ્યોગો મરણ પથારીએ આવી ગયા છે. જેમાં હિરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે બેકોં દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને શંકાની નજરે જોવામાં આવી લોન અપ્રુવ કરવામાં આવતી નથી અને હિરા ઉદ્યોગ ઠપ થવામાં છે ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે.
 

Sep 2, 2019, 06:33 PM IST

રશિયામાં રૂપાણી: રશિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ભાગી દારીથી ગુજરાતને થશે લાભ

મુખ્યમંત્રી વિજય રુપાણીની રશિયા પ્રવાસની બીજા દિવસે વિવિધ બેઠકો યોજાઇ હતી. જેમાં ભારત- રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વિકાસ દ્રષ્ટિકોણની રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાતની ભાગીદારી પર વિશેષ જોર આપવામાં આવ્યું હતું. 
 

Aug 12, 2019, 08:09 PM IST

આજથી મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં રશિયાના પ્રવાસે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કેન્દ્રીય વાણિજયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી રશિયાના પ્રવાસે જશે. 11 થી 13 ઓગષ્ટના રશિયા પ્રવાસ દરમિયાન ગોવા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ જોડાશે.

Aug 10, 2019, 05:08 PM IST

સુરત: PSIની ઇમાનદારી, 30 લાખનું હિરાનું પેકેટ માલિકને પરત કર્યું

ડાયમંડ નગરી સુરતમા ખાખી વર્દીએ પોતાની ઇમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે, જે સૌ માટે પ્રેરણાદાયક બન્યુ છે. પીએસઆઇની મોટરસયકલની ડીકીમાં એક હીરા દલાલે શરતચુકથી રૂપિયા 30 લાખની કિમતના 40.288 કેરેટ હીરાની થેલી મૂકી દીધી હતી. ભુલથી મળી આવેલી આ હીરાની થેલી પીએસઆઇએ મુળ માલિકને સુપરત કરી હતી. 

Aug 7, 2019, 04:46 PM IST

સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Jul 9, 2019, 04:49 PM IST

મુંબઇ કસ્ટમે 3000 કરોડના હિરા સીઝ કર્યા, કંપનીઓનો દાવો- અમારી પાસે કાયદેસરના કાગળો

14 મિલિયન ડોલરના ડાયમંડ મુંબઇના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સિઝ કરાયા સુરતના હિરા ઉદ્યોગમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આશરે 3 હજાર કરોડના હિરાને મુંબઇમાં કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી હીરા સેક્સન 110 મુજબ સિઝ કરવામાં આવ્યા છે. 

Jun 25, 2019, 12:26 AM IST

સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો

સુરતના વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરા તા.25મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. 

May 7, 2019, 03:19 PM IST

કરોડોના હીરાનું ઓવરવેલ્યુએશન કરનાર નીરવ મોદીની સુરતની મિલકતો જપ્ત કરાશે

પંજાબ નેશનલ બેંકના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની દેશ અને દુનિયાભરની મિલ્કતો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા ઓવર વેલ્યુએશન કૌભાંડમાં પણ તેની મિલકત જપ્તી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સુરત સ્થિત એકસાઈઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરાશે. જેના પણ સુનાવણી કરવામાં આવશે. 

Apr 29, 2019, 02:00 PM IST
Nirav Modi's assets seized in Surat PT3M11S

નીરવ મોદીનું ઓવર વેલ્યુએશન કૌભાંડ, સુરતમાં મિલકત થશે જપ્ત

નિરવ મોદીએ દુબઇ-કેનેડામાં હલકી કક્ષાની જ્વેલરીનું ઓવરવેલ્યુએશન કર્યુ હતું. ફાયર સ્ટાર, ફાયર સ્ટોન અને રાધા શ્રી જ્વેલર્સને કિંમતોને કરોડોની બતાવી હતી. હાલમાં જ ઇડીએ કેટલીક મિલકતો જપ્ત કરી હતી. સુરતમાં નિરવ મોદીની મિલકત જપ્તી અંગે એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ કોર્ટમાં અરજી કરશે. નિરવ મોદીએ ઓવર વેલ્યુએશનનું કૌભાંડ આચર્યું હતું જેમાં 4.93 કરોડના ડાયમંડને 93.70 કરોડના દર્શાવ્યા હતા.

Apr 29, 2019, 12:15 PM IST

સુપરહોટ મોડલ જેવા લાગતા આ મેનેજરે 1 કરોડના હીરાની કરી ચોરી, સુરતની ઘટના

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર રૂપિયા 1 કરોડની કિંમતના હીરા લઈ ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં જ ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. સીસીટીવીમાં આ મેનેજરની ચોરી સ્પષ્ટ દેખાઈ આવી છે.

Apr 27, 2019, 01:56 PM IST

હોંગકોંગના જ્વેલરી એક્ઝિબિશનમાં સુરતનો બનેલો ડાયમંડ ફૂટબોલ થયો રજૂ

હીરા નગરી તરીકે જાણીતા સુરતમાં વેલ્યુ એડિશનનું કામ ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે. અનેક એવા લોકો છે જે સોના, ચાંદી અને હીરાની મદદથી મોંધી જ્વેલરી બનાવે છે, હાલમાં જ ખુદ દીપિકા પાદુકોણેએ પોતાના લગ્નમાં જે જ્વેલરી બની હતી, તેમાંની કેટલીક સુરતમાં બની બની હતી. ત્યારે હવે સુરતના એક જ્વેલર્સે ગોલ્ડ અને રિયલ ડાયમંડમાંથી ફૂટબોલ બનાવ્યો છે. આ ફૂટબોલ 50 લાખ રૂપિયામાં તૈયાર થયો છે. જેને હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં ડિસપ્લે કરવામાં આવ્યો છે. સુરતમાં હીરાનો વ્યવસાય હોવાથી ભારત બહારના જ્વેલર્સ સુરતના જ્વેલર્સ પાસે દાગીના સહિતની વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપે છે.

Mar 6, 2019, 11:28 PM IST

સુરતના હીરા ઉદ્યોગને જોવા પડી રહ્યા છે વળતા પાણી, એક વર્ષમાં પરિસ્થિતિ પલટાઈ

 સુરતમા હીરા ઉધોગની સ્થિતિ ધીરે ધીરે કંથળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એક હજાર કરોડનો વેપાર ઓછો જોવા મળ્યો છે. અન્ય દેશોમા રફ ડાયમંડની આયાતમા ઘટાડાની સાથે પોલિશ્ડ ડાયમંડની નિકાસમા પણ ઘટાડો જોવા મળ્યો હતો.

Feb 6, 2019, 09:12 AM IST

સુરત: 1.37 કરોડના હીરાની ખરીદી કરી પણ રૂપિયા આપ્ય વિના ગઠિયા ફરાર

શહેરના કાપોદ્રા અક્ષર ડાયમંડમાં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે ખાતું ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1.37 કરોડના હીરાની ખરીદી કરી પેમેન્ટ ન કરનાર બે વેપારીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના અને વરાછા અશ્વનીકુમાર રોડ જળક્રાંતિ મેદાન સામે ચંદનબાગ સોસાયટીમાં રહેતા ધીરેનભાઈ ગાજીપરા હીરાના વેપારી છે. અને કાપોદ્રા અક્ષર ડાયમંડમાં ખાતા નંબર ૩૦૬માં કષ્ટભંજન એક્ષ્પોર્ટ નામે હીરાનું કારખાનું ધરાવે છે. 

Jan 12, 2019, 08:24 PM IST

વાયરલ ન્યુઝ: હીરાથી સજાવવામાં આવ્યું આ વિમાન, પરંતુ હકીકત તો કંઇક અલગ જ છે

એમિરેટ્સ એરલાઇન્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એક વિમાન હિરાથી સજાવેલું જોવા મળી રહ્યું છે. તેમણે આ ફોટાની નીચે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રસ્તુત છે એમિરેટ્સ બ્લિંગ 777

Dec 10, 2018, 07:30 AM IST

સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર, મોદી કરશે વીડિયો કોન્ફરન્સથી સંબોધન

પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપવા માટે જાણીતા સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને ફરી કાર બોનસમાં આપવાના છે. 

Oct 24, 2018, 06:31 PM IST